કોરોનાના કાળા કહેરે ગુજરાત (Gujarat) રાજ્યને પોતાના ભરડામાં લીધુ છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ પણ મંડરાઇ રહ્યું છે. દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં 14 મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર 16 મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ થી આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પણ પરિવર્તન થવાની સંભાવના છે. જયારે આનું નામ મ્યાનમાર દ્વારા આ વાવાઝોડાને “તૌક્તે” (TAUKTAE) નામ આપવામાં આવેલું છે. આ વાવાઝોડા દ્વારા કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થઇ શકે એમ કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે ગુજરાતમાં વાવાઝોડાની દિશા બદલાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છ નહિ પણ, દક્ષિણ ગુજરાત (gujarat) થઈને મધ્ય ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાશે તેવુ એક ખાનગી વેબસાઈટનું કહેવું છે.
ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં હવામાન ખાતા દ્વારા એલર્ટ કરવામાં આવેલ છે. આ ડીપ ડિપ્રેશન કેરળથી 310 કિ.મી.ની અને વેરાવળથી 1,060 કિ.મી. દૂર છે. ઉત્તર-પૂર્વથી તે ઉત્તર-પશ્ચિમ તરફ ફંટાઈને 17મીની મધરાત્રે ગુજરાતનાં વેરાવળ ખાતેના દરિયાકાંઠે ત્રાટકશે તેવા હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.
ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં વાવાઝોડુ તૌકતે સક્રિય થયું છે. આગામી 24 કલાકમાં વાવાઝોડુ (Cyclone Tauktae) વધુ મજબૂત બની ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. ત્યારે આ વચ્ચે એક મોટા ખબર સામે આવ્યા છે.
હાલ વવાઝોડું દક્ષિણ-દક્ષિણ પૂર્વ વેરાવળથી દરિયામાં 990 કિલોમીટર દૂર છે, જે 18 મેના ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચી જશે. પરંતુ હવામાન (Cyclone Alert) ની માહિતી આપતી એક ખાનગી વેબસાઈટ અનુસાર, હાલ વવાઝોડું સૌરાષ્ટ્ર કિનારેથી દિશા બદલીને મધ્ય ગુજરાત તરફ આવી રહ્યું છે.
હાલમાં વેબસાઈટના આધારે જણાવાયું કે, ગુજરાત તરફ આવી રહેલ તૌકતે વાવાઝોડાની દિશા બદલાઈ છે. જે વાવાઝોડું કચ્છ (kutch) મા ટકરાઈને પાકિસ્તાન-કરાંચી તરફ આગળ વધવાનુ હતું અને 18 મેના સૌરાષ્ટ્ર-કચ્છમાં રોજ ટકરાવાનું હતું. તેને બદલે દક્ષણ ગુજરાતથી ખંભાતના અખાતમા પ્રેવશ કરશે તેવુ વેબસાઈટના આધારે જણાવાયું છે. વાવાઝોડું મહારાષ્ટ્ર, દાહોદ, અમદાવાદ, વડોદરાથી આગળ વધીને મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ આગળ વધી રહ્યુ છે.
અહી ક્લિક કરીને જુઓ લાઈવ વાવાઝોડાના દર્શ્યો. https://www.windy.com/?9.963,79.939,3
હવામાન ખાતાના જણાવ્યા મુજબ 14, 15, 16, 17 તારીખે કેરળ, તામિલનાડુ અને કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 17મીએ વરસાદ પડવાનો શરૂ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 18મી અને 19મીએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કેરળમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડવાનું શરૂ થઇ ગયું છે. 87 લોકોને સરકાર દ્વારા રાહત છાવણીમાં ખસેડવામાં આવ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર, ગુજરાત માટે 18 ની તારીખ બહુ જ મહત્વની છે. આ દિવસે વાવાઝોડું અતિતીવ્ર (cyclonic storm) બનશે. તેથી ગુજરાત માટે 16, 17 અને 18 મેના ત્રણ દિવસો બહુ જ મહત્વના છે. 17 તારીખે ગુજરાતમાં 70 થી 75 પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે, જે 18 મેના રોજ તેની ગતિ વધીને 100 કિમી થઈ જશે. આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.