ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરના મણિનગર(Maninagar)ના ગોરના કુવા વિસ્તારમાં આવેલી કર્મભૂમિ રો હાઉસમાં એક મકાનમાં મહિલા પોલીસકર્મી(Female police officer)એ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પતિ અને પુત્ર એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે જામનગર ગયા હતા. આ દરમિયાન મહિલા પોલીસ કર્મીએ જ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો હતો અને ત્રણ જેટલા દિવસ વીતી જતા લાશ ડીકમ્પોઝ થવા લાગી હતી. જેને લીધે અસહ્ય દુર્ગંઘ આવવાને કારણે પાડોશીએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો:
મનીષા વિજયસિંહ ચૌહાણ નામની 34 વર્ષની મહિલા પોલીસકર્મીના ઘરમાં અસહ્ય દુર્ગંધ આવવાને કારણે પાડોશી દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં બનેલા આ બનાવને પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ મૃતક મહિલા પોલીસકર્મીના મૃતદેહને ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહિલા પોલીસ કર્મીના પતિ અને પુત્ર લગ્ન પ્રસંગમાં ગયા હતા:
મહિલા પોલીસકર્મીએ ત્રણ દિવસ અગાઉ આપઘાત કર્યો હોવાનું માનવામાં આવે છે. મળતી માહિતી અનુસાર ત્યારે મહિલા પોલીસકર્મીનો પતિ અને પુત્ર જામનગરમાં એક લગ્નપ્રસંગમાં ગયા હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પોલીસકર્મીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.