વલસાડમાં પત્નીના લફરાએ લીધો પતિનો જીવ… અંતિમ ક્ષણોનો વિડીયો બનાવી પતિએ જણાવી દુઃખભરી દાસ્તાન

વલસાડ (Valsad): રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક આપઘાતનો કિસ્સો ગુજરાત રાજ્યમાં આવેલા વલસાડ શહેર માંથી સામે આવ્યો છે. વલસાડ શહેરમાં આવેલા જૂજવાં ગામે કુબેર રેસિડેન્સીમાં બેંકના ચીફ મેનેજર રહે છે. તેમનું નામ કવલજીત સિંઘ છે. તેઓ કોટક મહિન્દ્રા બેંકમાં મેનેજર તરીકે નોકરી કરી રહ્યા હતા.

કવલજીત સિંઘએ ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તપાસ દરમિયાન એવો ખુલાસો થયો હતો કે, કવલજીત સિંઘની પત્નીના અન્ય જગ્યાએ પ્રેમસંબંધ હોવાના કારણે આપઘાત કરી લીધો હતો.

કવલજીત સિંઘએ આપઘાત કર્યો તે પહેલા એક વીડિયો બનાવ્યો હતો જે સામે આવ્યો છે. આ વીડિયોમાં  બેંક મેનેજરે જણાવ્યું છે કે, તેને આપઘાત પોતાની પત્નીના કારણે કર્યો છે. તેને કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી મારી પત્નીનું અન્ય ઈસમ સાથે અફેર ચાલી રહ્યું હતું તેમ છતાય હું મારી પત્નીને ખુબજ પ્રેમ કરી રહ્યો હતો.

મેં વારંવાર મારી પત્નીને સમજાવી હતી છતાં તે સમજી ન હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, પત્નીએ મરી જવા કહેતા પતી કવલજીત સિંઘએ આપઘાત કરી લીધો હતો. વાપી કોટક બેંકમાં નોકરી કરતા કવલજીત સિંઘની ઉમર 35 વર્ષ છે.

કવલજિતસિંગે થોડા દિવસ પહેલા પોતાના જ ઘટમાં આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાના વીડિયોમાં કહ્યું કે, પત્ની ભૂમિકાને અનહદ પ્રેમ કરું ચુ પણ તેને બીજાંસાથેનાં પ્રેમ સંબંધ હોવાથી આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.

વીડિયોમાં એમ પણ કહ્યું હતું કે, પત્નીના અફેરના તમામ પુરાવાઓ મોબાઈલમાં સેફ ફાઈલમાં રાખ્યાં છે અને થોડાં પુરાવા ડ્રાઈવમાં અને ઓડિયો ટેપમાં છે. જયારે બેંક મેનેજર તેની પત્નીને મનાવી રહ્યો હતો ત્યારે પત્નીએ બેંક મેનેજરને મરી જવા નું કહ્યું હતું અને ત્યાર બાદ તેને આ પગલું ભર્યું હતું. હાલ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે અને પરિવારજનોએ માંગ કરી છે કે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *