ન તો હાથ ધ્રુજ્યા, ન આંખોમાં આંસુ… પિતાએ બે બાળકો સહીત માતાનું ઢીમ ઢાળી દીધું

એક વ્યક્તિએ તેની જ પત્ની અને બે બાળકોની હત્યા કરી હોવાની ઘટના પ્રકાસમાં આવી છે. 38 વર્ષીય રાજેશ દેવાથી પરેશાન હતા, જેના કારણે તેણે આ…

એક વ્યક્તિએ તેની જ પત્ની અને બે બાળકોની હત્યા કરી હોવાની ઘટના પ્રકાસમાં આવી છે. 38 વર્ષીય રાજેશ દેવાથી પરેશાન હતા, જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. તેણે પહેલા 5 વર્ષના બાળકને અને પછી 4 મહિનાના નિર્દોષ બાળકોની હત્યા કરી, પાછળથી તેની પત્નીની પણ હત્યા કરી નાખી. રાજેશે પોતે પણ પોતાના હાથની નસ કાપી આપઘાત કરવાનો પ્રય્તન કર્યો હતો.

આ સમય દરમિયાન, તેના મિત્રોએ રાજેશના ભાઈને જાણ કરી. રાજેશના ભાઈએ પોલીસ બોલાવી, પરંતુ ત્યાં સુધીમાં ત્રણ લોકોનું મોત નીપજ્યું હતું. રાજેશ ઈજાગ્રસ્ત થયો હતો, જેને પોલીસ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જો કે, દિલ્હી પોલીસે રાજેશ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાવ્યો છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે રાજેશે તેના મિત્રોને મેસેજ કરીને તેને આર્થિક સ્થિતિ વિશે જણાવ્યું હતું. મિત્રોએ કંઈક અયોગ્ય થવાની સંભાવનાને કારણે આ વિશે તેને રાજેશના ભાઈને કહ્યું.આ વિષે રાજેશના ભાઈએ સવારે 6 વાગ્યે પોલીસની જાણ કરી.

જ્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને દરવાજો તોડ્યો ત્યારે ઓરડામાં ત્રણ મૃતદેહો મળ્યા. જયારે રાજેશ ઈજાગ્રસ્ત થયો હતો. રાજેશ તેના પરિવાર અને માતાપિતા સાથે વિપિન ગાર્ડન માં રહે છે. ઘટના સમયે રાજેશના માતાપિતા બાજુની રૂમમાં હતા. પોલીસ પણ તેની પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *