લગ્નના 20 વર્ષ પછી પહેલીવાર થયો ઝઘડો અને પત્નીએ કરી લીધો આપઘાત- કારણ જાણી પગતળે જમીન સરકી જશે

સુરતમાં સતત આત્મહત્યાના કેસો વધી રહ્યા છે. સામાન્ય બાબતોમાં પણ લોકો આત્મહત્યા જેવું મોટું પગલું ભરતા હોય છે. આ દરમિયાન સુર્ત્માંહતી ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પત્નીએ રસ-પૂરીનો પ્રોગ્રામ બનાવ્યો હતો. આ દરમિયાન પતિ કેરીનો રસ ભૂલી જતા ઘરે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ પત્નીને લાગી આવતા તેણે આત્મહત્યા કરી લીધી છે. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત તો એ હતી કે, આ પરિણીતાના લગ્નને 20 વર્ષ થઈ ગયા હતા અને 20 વર્ષમાં પહેલીવાર આ રીતે પતિ સાથે ઝઘડો થયો હતો.

જાણવા મળ્યું છે કે, સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા સુમિતા એપાર્ટમેન્ટમાં રહેતા આરિફની પત્નીએ આજે આત્મહત્યા કરી લીધી છે. આરિફના આજથી 20 વર્ષ પહેલાં રૂબીના નામની મહિલા સાથે પ્રેમ લગ્ન થયા હતા. આ ઉપરાંત લગ્ન જીવનમાં તેમને બે સંતાનો પણ છે. પતિ-પત્ની સુખેથી જિંદગી જીવતા હતા. આ દરમિયાન એક નાનકડી બાબતનો કરૂણ અંજામ આવ્યો હતો.

પતિ સાથેના ઝઘડામાં બોલાચલી થતા રૂબીનાને કોઈ વાતનું માઠું લાગ્યું અને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પતિ આરિફ તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવતીએ દમ તોડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાના પગલે પાડોશીઓ પણ આઘાતમાં હતા જ્યારે બે બાળકોએ માતાનું છત્ર ગુમાવ્યું છે.

મળતી માહિતી મુજબ પત્ની રૂબીનાએ ઘરે રસ-પૂરી બનાવવાનું નક્કી કર્યુ હતું. આ માટે તેણે પતિને બહારથી રસ લઈ આવવા માટે કહ્યું હતું. પરંતુ, પતિ કોઈ કારણોસર કેરીનો રસ લેવાનું ભૂલી ગયો હતો. જેથી ઘરે આવેલા પતિએ રસ ન લીધો હોવાથી પત્ની સાથે તેનો ઝઘડો થયો હતો. 20 વર્ષના લગ્ન જીવનમાં આટલો મોટો ઝઘડો ક્યારેય થયો નહોતો. આ ઝઘડાનું કરૂણ પરિણામ બે માસૂમ સંતાનોના ભાગે પણ આવ્યું છે. સમગ્ર બનાવની જાણકારી મળતા સુરતના આઠવા પોલીસ મથકમાં પોલીસ દ્વારા રૂબીનાના મૃત્યુબાદ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *