સુરતમાં પતિએ પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પતિએ પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જેમાં પતિએ પત્નીનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો. હાલ તો પોલીસ પતિની અટકાયત કરી પત્નીની હત્યાનું કારણ જાણવા પતિની પૂછપરછ કરી રહી છે.

હત્યાના કારણ અંગે પતિની પૂછપરછ…
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મૂળ જામકંડોરણાના જામદાદર ગામના અને સરથાણા વિસ્તારમાં આવેલી નીલમ સોસાયટીમાં વિભાગ-4માં ઘર નંબર-14માં રસિકભાઈ નસિત પત્ની હર્ષાબેન(ઉ.વ.આ.35) અને સાત વર્ષના દીકરા સાથે રહે છે. હર્ષાબેન હીરાનું કામ કરે છે. દરમિયાન આજે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે બોલા ચાલી થઇ હતી. ત્યારબાદ પતિ રસિકે પત્ની હર્ષાનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં પતિએ પત્નીનો સાદો મોબાઈલ ફોન તોડી નાખ્યો હોવાનું જણાયું હતું. હાલ પોલીસે પતિ રસિકભાઈની અટકાયત કરી લીધી છે અને હત્યાના કારણ અંગે પૂછપરછ હાથ ધરી છે.

તેમનો એકનો એક પુત્ર ધોરણ-1માં અભ્યાસ કરે છે…
સાત-આઠ વર્ષનો હર્ષાબેન રસિકભાઈ નસિતનો દીકરો પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. ઉડાન સ્કૂલમાં ધોરણ-1માં આ બાળક અભ્યાસ કરી રહ્યો છે. પિતાએ તેની માતાની હત્યા કરી છે. જેથી માતા ગુમાવવાની સાથે પિતાની અટકાયતથી દીકરાએ માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *