Ahmedabad, Gujarat: અમદાવાદના નારોલ (Narol, Ahmedabad) માં વહેલી સવારે ઘર માંથી મહિલાની લાશ મળી હતી. જે ઘટના અંગે પોલીસે તપાસ કરતા મૃતક મહિલાના પતિએ જ મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલાનો પતિ હત્યા કરીને ટ્રેનમાં બેસી વતન જવા નીકળી ગયો હતો. તે દરમિયાન પોલીસે આરોપી ધરપકડ કરી હતી. પત્નીના ચારિત્ર્ય પર શંકા થતા પતિએ પત્નીની હત્યા કરી હોવાનું પતિએ જણાવ્યું છે. સમગ્ર ઘટના મામલે Ahmedabad પોલીસ વધુ તપાસ કરી રહી છે.
24 ડિસેમ્બરના રોજ નારોલના આકૃતિ ટાઉનશિપમાં રીંકુ ભારદ્વાજ નામની યુવતીની લાશ મળી હતી. મકાનમાં અન્ય કોઈ હાજર ના હોવાથી પોલીસને સૌથી પહેલા મૃતકના પતિ અજય ભારદ્વાજ પર જ શંકા થઇ હતી, જેથી પોલીસે તે જ દિશામાં તપાસ શરુ કરી હતી. હત્યારા અજયને પોલીસએ ઉત્તરપ્રદેશ જતી ટ્રેનમાંથી જ પકડી પાડ્યો હતો. જાણવા મળ્યું છે કે, આરોપીને 2 બાળકો પણ હતાં.
નવ વર્ષ પહેલાં ભાગીને અમદાવાદ આવ્યા હતા
પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, નવ વર્ષ પહેલા અજયે તેના જ ફોઈની દીકરી રીંકુ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ બંને ભાગીને Ahmedabad આવી ગયાં, અને નારોલમાં છેલ્લા 6 મહિનાથી ભાડે રહેતાં હતાં. સંતાનમાં તેમને 2 બાળકો પણ છે. પત્નીને લગ્ન પછી પેટ સંબંધી બીમારી થતા પીપળજના કોઈ મહંત સાથે ઈલાજ કરાવતી હતી. આ દરમિયાન અજયને રીંકુના અનૈતિક સંબંધ હોવાની શંકા થઇ. જેના કારણે તેણે તેની પત્નીની હત્યાનો પ્લાન 5 દિવસ પહેલા જ બનાવી નાખ્યો.
હત્યા પહેલા બુક કરાવી દીધી ટ્રેનની ટિકિટ
23 ડિસેમ્બરે રાતે જમ્યા બાદ બધા સૂઈ ગયાં, ત્યારે મોડી રાતે 1:30 વાગ્યાની આસપાસ અજયે પત્નીનું ઊંઘમાં જ ગળું દબાવી નાખ્યું હતું. હત્યા બાદ અજયે અગાઉથી જ ગોરખપુર જવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી લીધી હતી. પત્નીની હત્યા બાદ ઘરને તાળું મારી અજય બે બાળકો સાથે ટ્રેનમાં પોતાના વતન જવા નીકળી ગયો હતો. જોકે સવારે Ahmedabad પોલીસને હત્યાની જાણ થઇ ગઈ હતી અને તાત્કાલિક અજયની ધરપકડ પણ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક રીંકુ લગ્ન પછી બે સંતાનોને સાચવતી નહોતી અને પતિ અજય જ રાતે ઘરે આવીને જમવાનું બનાવતો હતો. આવીરીતે વારંવાર આ ત્રાસથી કંટાળીને છેવટે અજયે રીંકુની હત્યા કરીહતી. જોકે અજયનો આ પ્લાનીગ નિષ્ફળ રહ્યું હતું. અનૈતિક સંબંધની શંકાની આડમાં હત્યા તો થઈ પરંતુ હવે બંને બાળકો નાની ઉંમરે જ માતા-પિતા વગરનાં થઈ ગયાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.