Husband killed his wife in Madhya Pradesh: મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના નરસિંહપુર (Narsinghpur) જિલ્લામાં પતિએ પત્નીની હત્યા (Husband killed wife) કરી હોવાની એક ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. આરોપી પતિએ પોલીસને જણાવ્યું કે અકસ્માતમાં પત્નીનું મોત થયું છે. જયારે પોલીસને શંકા ગઈ ત્યારે, તેની કડક પૂછપરછ કરી તો હત્યાનો સમગ્ર મામલો સામે આવ્યો હતો.
આરોપીએ જણાવ્યું કે, તેણે જ તેની પત્નીની હત્યા કરી છે. આરોપી પતિએ કહ્યું કે, મારી પત્ની અને સાસરિયાઓએ મારી સામે દહેજનો કેસ કર્યો હતો અને તેથી મારે જેલમાં જવું પડ્યું હતું. તે વાતનો બદલો લેવા માટે તેણે પત્નીની હત્યા કરી નાખી હતી.
મળેલી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના નરસિંહપુર જિલ્લાના કારેલી પોલીસ સ્ટેશન હેઠળની છે. 5 જાન્યુઆરીએ શૈલેન્દ્ર શર્મા તેની 27 વર્ષીય પત્ની દીપા બર્મનને જમવા માટે એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં જમ્યા બાદ બંને બાઇક દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. નેશનલ હાઈવે 44 પર રેલ્વે બ્રિજ પર કાર રોક્યા બાદ શૈલેન્દ્રએ તેની પત્ની દીપાને કારમાંથી નીચે ઉતારી હતી. દીપા કંઈ સમજે તે પહેલા તેના પતિએ દીપાને પુલ પરથી નીચે ફેંકી દીધી હતી.
જીવિત હોવાથી પથ્થરથી કચડી નાખ્યો
શૈલેન્દ્રએ જોયું કે દીપા 50 ફૂટની ઊંચાઈએથી પડી ગયા પછી પણ જીવિત છે, તેથી તે પુલ પરથી નીચે ઉતર્યો ને તેની પત્ની પાસે પહોંચ્યો અને દર્દથી આક્રંદ કરતી દીપાને પથ્થરથી કચડીને મારી નાખી. પત્નીની નિર્દયતાથી હત્યા કર્યા બાદ આરોપી પતિએ પોલીસનો સંપર્ક કર્યો હતો. હત્યાને અકસ્માત બતાવી શૈલેન્દ્રએ પોલીસને ફોન કરીને કહ્યું કે મારી પત્નીનું પુલ પરથી નીચે પડી જવાથી મોત થયું છે.
ઘટનાની માહિતી મળતા જ કારેલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અખિલેશ મિશ્રા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસને એ સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે આ અકસ્માત નથી પરંતુ હત્યા છે. ત્યારબાદ તાત્કાલિક પતિ શૈલેન્દ્રને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરવામાં આવી હતી. તે જ સમયે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
બદલો લેવા માટે પત્નીની હત્યા
કારેલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અખિલેશ મિશ્રાના જણાવ્યા અનુસાર કારેલીના સુભાષ વોર્ડમાં રહેતા શૈલેન્દ્ર શર્માના લગ્ન વર્ષ 2017માં જબલપુરની દીપા બર્મન સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ દીપાએ તેના પતિ વિરુદ્ધ દહેજનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં પતિ શૈલેન્દ્રને પણ જેલમાં જવું પડ્યું હતું. એ વાતનો બદલો લેવા માટે તેણે પત્નીની હત્યા કરી નાખી.
પોલીસના જણાવ્યા અનુસાર, દીપા બે મહિના પહેલા તેના પિયર માંથી ઘરેથી પરત આવી હતી અને તેના સાસરે રહેવા લાગી હતી. પતિ-પત્નીના પરસ્પર ઝઘડાના કારણે દીપાની હત્યા કરવામાં આવી હતી. દીપાના પિતા અશોક કુમાર બર્મન અને માતા ઉમા બર્મને જણાવ્યું કે જમાઈ શૈલેન્દ્રએ લગ્ન પછી જ દીપાને ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું હતું. પતિ શૈલેન્દ્ર અને સાસુ દીપા પાસે દહેજની માંગણી કરતા હતા અને તેને માર મારતા હતા. ઘણી વખત આ લોકોએ દીપાને ખાવાનું પણ નહોતા આપતા. દીપાની માતાએ રડતાં રડતાં કહ્યું કે જ્યારે જમાઈ દહેજના કેસમાં જેલમાં ગયો હતો ત્યારે તેણે માફી માંગી હતી. કહ્યું કે હવેથી હું કંઈ નહીં કરું. તેની વાત માનીને અમે બે મહિના પહેલા દીકરીને તેના સાસરે પાછી મૂકી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.