ગુજરાત(Gujarat): જામનગર(Jamnagar) શહેર પાસે આવેલા લાલપુર(Lalpur) બાયપાસ નજીક હોટલ ટેન નજીક આવેલી બાવળની ઝાડીઓમાં એક મહિલા અને પુત્રીની લાશ પડી હોવાની માહિતી પોલીસને મળી હતી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોચ્યો હતો. પ્રથમ તપાસમાં મહિલા અને તેની બાળકીનું ગળું કાપીને હત્યા કરી હોવાનું જાણવા મળતા હાહાકાર મચી જવા પામ્યો છે. પોલીસ-તપાસમાં પતિ જ હત્યા કરીને રાજકોટ બાજુ ભાગીને ગયો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે પતિ મોડી રાત્રે રાજકોટ પોલીસ(Rajkot Police)માં હાજર થઈ ગયો હોવાની જાણકારી મળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સબીના નામની 30 વર્ષીય મહિલા અને તેની એક વર્ષની પુત્રી રુબિનાનું ગળું કાપીને નિર્મમ હત્યા કરીને બંનેની લાશ લાલપુર બાયપાસ નજીક હોટલ ટેન નજીક બાવળની ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે આવી પહોચ્યો હતો. જામનગર પંચકોષી પોલીસ અને એલસીબી સહિતની પોલીસ ટીમ આગળની તપાસમાં લાગી ગઈ છે. પ્રાથમિક તપાસમાં સામેઆવ્યું છે કે, આ મૂળ ઉતરપ્રદેશનો પરિવાર દરેડમાં રહેતો હતો અને મજૂરીકામ કરતો હતો.
મહત્વનું છે કે, બનાવ પછી તેનો પતિ તારીક ફરાર થઈ ગયો હતો, જેને પોલીસ શોધી રહી છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હત્યામાં પતિની સંડોવણી જ હોવાનું સામે આવ્યું છે, જેને કારણે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે બીજી તરફ, પોલીસનાં સૂત્રો જણાવી રહ્યા છે કે તેનો પતિ રાજકોટ બાજુ ભાગી ગયો છે. મોડી રાત્રે મળતા અહેવાલ અનુસાર, આરોપી રાજકોટ એ-ડિવિઝન પોલીસમથકમાં હાજર થઈ ગયો હતો, જેથી જામનગર પોલીસ તેને લેવા માટે રવાના થઈ હતી. જોકે હત્યા કેવી રીતે અને કયા કારણોસર કરવામાં આવી હતી? આ તમામ સવાલોના જવાબ પૂછપરછ બાદ સામે આવશે, એમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દહેગામના પાલૈયા ગામમાં દંપતી વચ્ચે ચાલતા ઘરકંકાસે 15મી ડિસેમ્બરના રોજ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પતિએ ગ્રાઈન્ડર મશીનથી પત્નીનું ગળું કાપી નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ પતિએ પણ જાતે ગ્રાઈન્ડર મશીન પોતાના ગળાના ભાગે ફેરવીને આપઘાતની કોશિશ કરી હતી. દહેગામ પોલીસની તપાસમાં આરોપી પતિએ તેના પત્ની પર શંકાઓ રાખી ગુનો આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.