ખાડાએ વેરવિખેર કર્યો પરિવાર – પતિ, પત્ની અને 3 વર્ષની બાળકીના મોત, એક સાથે મૃતદેહો જોઈ ગામ આખું હીબકે ચઢ્યું

અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. આ અકસ્માતોને કારણે ન જાણે કેટલાય પરિવારો બરબાદ થતા હશે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. ભરૂચ(Bharuch) જિલ્લાના નેત્રંગ અને થવા ગામની વચ્ચે ઊબડખાબડ માર્ગને કારણે આખેઆખો પરિવાર મોતને ભેટયો છે. રાત્રિના સમયે માર્ગ પરના ખાડાથી બચવા જતાં એક કાર બળદેવા ડેમની ખાડીમાં ખાબકી હતી. જેના કરને કારમાં સવાર પતિ, પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યાં હતાં. આખેઆખો પરિવાર મોતને ભેટતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

રાજપીપળામાં રહેતા પરિવાર પર એકાએક આભ ફાટ્યું:
મળતી માહિતી અનુસાર, વડિયા ગામની દેવનારાયણ સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારી એલ.યુ. વસાવાનો 38 વર્ષીય પુત્ર સંદીપકુમાર વસાવા, તેની પત્ની યોગિતા અને 3 વર્ષની પુત્રી મહી ત્રણેય નેત્રંગ ખાતે રહેતાં હતાં. જાણવા મળ્યું છે કે, યોગિતા વસાવા નેત્રંગ તાલુકામાં તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવતાં હતાં.

તેઓ ગત રાત્રિના હોટલમાં જમીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રમણપુરા ખાતે બ્રિજ પાર રસ્તો ખૂબ ખરાબ હોવાથી કાર ચલાવતા સંદીપે ખાડાથી બચવા જતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બ્રિજ નીચે કાર ડેમના રિઝર્વ પાણીના તળાવમાં ખાબકી હતી. ખાડીમાં પાણી વધુ હોવાથી કારમાં સવાર ત્રણેય વ્યક્તિ ડૂબવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

રાતનો સમય હોવાથી કોઈ બચાવવા ન જઈ શક્યું:
તેઓએ ખુબ બુમાબુમ કરી હતી, પરંતુ રાત્રિના સમયે કોઈ મદદે આવી શકે એમ નહોતું અને ત્રણેય વ્યક્તિનાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યાં હતાં. બનાવ અંગે જાણ થતાં જ નેત્રંગ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ રાજપીપળામાં થતાં પરિવારના સભ્યો નેત્રંગ ખાતે દોડી ગયા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.

વડિયા ગામ હીબકે ચઢ્યું:
સવારે રાજપીપળા વડિયા ખાતે આવેલી દેવનારાયણ સોસાયટીમાંથી એકસાથે પિતા, માતા અને પુત્રી એમ એક પરિવારના ત્રણ સભ્યોની એક સાથે મૃતદેહો જોઈ ગામ આખું હીબકે ચઢ્યું હતું. ત્યારે તેમની અંતિમ યાત્રામાં જોડાવા મોટી સંખ્યામાં લોકો તેમના રહેઠાણ ખાતે ઊમટ્યા હતા. આ ઘટના અંગે સંદીપભાઈના પિતા લવઘન વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને પગલે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *