Husband wife suicide Uttarakhand News: પત્નીની માંદગી, પૈસાની અછત, પુત્રનું ભણતર બંધ હોવાથી ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં રહેતા એક ડોક્ટરે આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આર્થિક રીતે ભાંગી પડતાં ડોક્ટરે તેના સંતાનોને એવી પીડા આપી છે, જેને તે ભાગ્યે જ ભૂલી શકશે. થોડા કલાકો પહેલા જે પરિવારમાં ખુશી હતી તે હવે શોકમાં ફેરવાઈ ગઈ છે. ‘મૃત્યુના ઈન્જેક્શન’ એ ડૉક્ટર અને તેમની બીમાર પત્નીને ગાઢ નિંદ્રામાં નાખી દીધા છે.
મૂળ દેહરાદૂનના રહેવાસી ડૉ. ઈન્દ્રેશ શર્મા ઉધમ સિંહ નગર જિલ્લાના કાશીપુર ખાતેની ખાનગી હોસ્પિટલમાં સેવાઓ આપતા હતા. લગભગ 10-12 વર્ષ પહેલા તે તેની પત્ની વર્ષા શર્મા, પુત્રી દેવાંશી અને પુત્ર ઈશાન સાથે કાશીપુર આવ્યો હતો, બાદમાં તેની પત્ની વર્ષાને કેન્સર થયું. ડૉ.ઈન્દ્રેશની મુસીબતો વધી ગઈ. છેલ્લા 6 વર્ષથી તે તેની પત્નીની સારવાર કરાવી રહ્યો હતો. ઈન્દ્રેશે તેની પત્નીની સારવારમાં ઘણો ખર્ચ કર્યો હતો. જેના કારણે પરિવાર પર આર્થિક સંકટ આવી ગયું હતું.
ડોક્ટરે પત્નીની સારવાર માટે ઘણા લોકો પાસેથી લોન પણ લીધી હતી. માંદગીના કારણે વર્ષાના શરીરમાં લોહીની ઉણપ હતી, જેથી ઈન્દ્રેશે પોતે જ તેનું લોહી તેની પત્નીને અનેકવાર આપ્યું હતું. વારંવાર રક્તદાન કરવાને કારણે ઈન્દ્રેશની તબિયત પણ બગડવા લાગી. જ્યારે ઈન્દ્રેશ તેની પત્ની અને પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તે ડિસેમ્બર 2022માં આ ઘરમાં રહેવા આવ્યો હતો.
પત્નીની બીમારીથી વ્યથિત ડૉ. ઈન્દ્રેશની આર્થિક તંગી ત્યારે વધુ વધી જ્યારે પરિવારને કોરોના રોગચાળાને કારણે પૈસાની તંગીનો સામનો કરવો પડ્યો હતો. બીમાર પત્નીની સારવાર પરિવારનો ખર્ચ અને બાળકોના ભણતરનો ભાર ઈન્દ્રેશ સંભાળી શકતો ન હતો, તેથી તેણે પુત્રનું ભણતર બંધ કરવું પડ્યું. દીકરો પણ આર્થિક પરિસ્થિતિથી વાકેફ હતો એટલે તેણે પણ શાળાએ જવાનો આગ્રહ ન રાખ્યો. ધીરે-ધીરે ડૉ.શર્મા પહેલા કરતા વધુ ટેન્શનમાં રહેવા લાગ્યા.
રાત્રે ડૉ. શર્માએ ‘ડેથ ઈન્જેક્શન’ આપ્યું
ડૉ. શર્માના 11 વર્ષના પુત્ર ઈશાનના જણાવ્યા અનુસાર, “રોજની જેમ સાંજે (31 મે) પણ પિતા હોસ્પિટલમાંથી ઘરે આવ્યા અને આરામ કર્યો, ત્યાર બાદ બધાએ સાથે બેસીને ડિનર કર્યું. પછી પિતાએ મારી સાથે લુડો રમ્યો, જેમાં તે જીતી ગગયા હતા. તે દરમિયાન પિતાએ એક ઈન્જેક્શન બતાવ્યું અને કહ્યું કે બધાએ લગાવવાનું છે.
ઈશાનએ આગળ વાત કરતા કહ્યું કે, “મેં મારા પિતાને કહ્યું કે મને પહેલા ઈન્જેક્શન આપો. પિતાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પિતા જે હંમેશા મારા હીરો રહ્યા છે તેમણે દુનિયા છોડતા પહેલા મારી ઈચ્છા પૂરી કરી”, તેઓએ પોતાને ઇન્જેક્શન લીધું અને માતાને ઝેર (એનેસ્થેસિયા)નું ઇન્જેક્શન આપ્યું, જ્યારે મને સામાન્ય ઇન્જેક્શનથી લગાવ્યું અને મને આ દુનિયામાં છોડી ને જતા રહ્યા.”
આંખો ખુલ્લી હતી પણ શ્વાસ ચાલતો ન હતો
ઈશાન વધુમાં કહે છે કે બીજા દિવસે સવારે (1 જૂન) ઉઠ્યા બાદ હું સૌથી પહેલા મારી માતાને લેવા ગયો હતો. મેં માતાને બોલાવી પણ તેમણે જવાબ ન આપ્યો ત્યાર બાદ મેં તેમને હચમચાવ્યા પણ છતાંય તે જાગી નહીં. મેં મશીન વડે તેની પલ્સ તપાસી. જેમાં એક સીધી રેખા દેખાતી હતી. ત્યારબાદ હું મારા પિતા પાસે ગયો અને તેમને તપાસ્યા, તેની આંખો ખુલ્લી હતી, પણ તે શ્વાસ લઈ રહ્યા ન હતા. પછી મેં મારા સંબંધીઓ અને પડોશીઓને મારા માતાપિતા વિશે જણાવ્યું.
દીકરી દેવાંશીના શબ્દોમાં
શર્માની પુત્રી દેવાંશીએ જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં તેના લગ્ન જાસપુરના રહેવાસી મયંક સાથે થયા હતા. ગઈકાલે સવારે તેણે માતાના નંબર પરથી ફોન કર્યો હતો પરંતુ ફોન ઉપાડ્યો ન હતો. આ પછી ભાઈના નંબર પર ફોન કર્યો અને કહ્યું કે બધાને કહો કે હું આજે આવું છું. થોડા સમય પછી ઈશાને ફોન કરીને ઘટના વિશે જણાવ્યું. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે જણાવ્યું કે માતા કેન્સર અને કિડનીની બીમારીથી પીડિત હતી. આર્થિક સંકડામણના કારણે મોંઘી સારવાર ન કરાવી શકતા પિતા પોતે માતાની સારવાર કરતા હતા.
આ મામલામાં એસપી કાશીપુર અભય સિંહનું કહેવું છે કે ડોક્ટર શર્મા અહીં ભાડાના મકાનમાં રહેતા હતા. ડિસેમ્બર 2022થી તે પરિવાર સાથે અહીં શિફ્ટ થયો હતો. પોલીસને સ્થળ પરથી સિરીંજ અને સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં ડોક્ટરે સ્વૈચ્છિક આત્મહત્યાનો ઉલ્લેખ કર્યો છે. આ માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.