સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.
હૈદરાબાદમાં એક મહિલા ર્ડાક્ટર પર બળાત્કાર ગુજાર્યા બાદ ચાર નરાધમોએ તેને જીવતી સળગાવી દીધી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડયા હતા. દેશમાં શું થઇ રહ્યું છે તે સમજની બહાર છે. રોજને રોજ દેશનાં કોઇને કોઇ ખુણે શિયળ લૂંટાઇ રહ્યું છે. નરાધમો માજા મુકી રહ્યા હોય તેમ દુષ્કર્મ બાદ દિકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તો ક્યાંક દુષ્કર્મનાં આરોપી જામીન પર છુટી દુષ્કર્મ વેઠનાર પીડિતાને જીવતી સળગાવી દે છે. દુષ્કર્મની બનતી તમામ ઘટનામાં મોટે ભાગે સગીરા સાથે આ ઘ્રુણાસ્પદ ઘટના ઘટી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી ત્રિપુરામાં આવી જ લાલછંન સમાન ઘટના સામે આવી રહી છે.
ઉત્તરપૂર્વ ભારતના ત્રિપુરામાં 17 વર્ષની સગીરા પર દિવસો સુધી ગેંગરેપ આચરીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. દક્ષિણ ત્રિપુરાના શંતિબઝાર ખાતે રહેતી આ યુવતી પર તેના બોયફ્રેન્ડ અને મિત્રોએ દિવસો સુધી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેના બોયફ્રેન્ડે તેની માતાની મદદ લઈને યુવતીને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કરતાં તે 90 ટકા દાઝી ગઈ છે. શનિવારે ઈજાઓના કારણે હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે, આરોપીના પાડોશીઓએ યુવતીને બચાવી હતી અને અગરતલાની જીબી પંત હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. યુવતીને ખંડણી માટે તેના બોયફ્રેન્ડે બે મહિનાથી બંધક બનાવી રાખી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, સગીરાના પરિવારનો આરોપ છે કે, અજોય રુદ્રપાલ નામના આરોપીએ છેલ્લા બે મહિનાથી સગીરાને બંધક બનાવીને રાખી હતી અને તેની મુક્તિ માટે સગીરાના પરિવાર પાસે રૂપિયા 50000 ની માગ કરી હતી. પરંતુ તેનો પરિવાર શુક્રવાર સુધીમાં ફક્ત રૂપિયા 17000 જ આપી શક્યા હતા જેથી રોષે ભરાયેલા અજોય અને તેની માતાએ સગીરાને આગને હવાલે કરી દીધી હતી. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ જલસિંહ મીણાએ જણાવ્યું હતું કે, કેસના મુખ્ય આરોપી અજોયની હોસ્પિટલ ખાતેથી ધરપકડ કરાઈ હતી. સગીરા અને અજોય વચ્ચે સોશિયલ મીડિયા પર મુલાકાત થઈ હતી. દિવાળીના સમયમાં અજોય તેના ઘેર પહોંચ્યો હતો અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ દિવાળી પછી સગીરા અજોય સાથે ભાગી ગઈ હતી. સગીરાના પરિવારનો આરોપ છે કે, અજોય અને તેની માતા તેમની દીકરીને છોડવા માટે 50000 ની ખંડણી માગતા હતા.
ફરિયાદ કરવા છતાં પોલીસે કોઈ મદદ ન કરી
પીડિતાની માતાએ આરોપ મૂક્યો હતો કે, મારી દીકરી ગુમ થઈ ત્યારપછી અમે તરત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી દ્વારા અમારી પાસે ખંડણી માગવામાં આવી ત્યારે પણ અમે પોલીસને જાણ કરી હતી તેમ છતાં પોલીસે અમારી કોઈ મદદ કરી ન હતી. અમારી દીકરીને સળગાવી દેવાઈ ત્યારબાદ અમે તરત પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસ ઘટના સ્થળે આવી ન હતી. અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમારી દીકરી ગંભીર હાલતમાં હતી. તેણે મને જણાવ્યું હતું કે, તેના પર છેલ્લા બે મહિનાથી ગેંગરેપ કરાતો હતો.
દેશમાં કયારે દુષ્કર્મની ઘટનાઓ અટકશે. શું મહિલાઓને ઘરની બહાર જ નીકળવાનું નહિ ? કયા સુધી યુવતીઓ અને મહિલાઓ દેશમાં પીંખાતી રહેશે. યુવતીઓ અને મહિલાઓને નરાધમોના ડરથી જ જીદગી જીવી પડશે ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.