કોરોનાવાયરસ દેશભરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે તેલુગુ રાજ્યોમાં પણ આ રોગનો કેર વર્તાય રહ્યો છે. પહેલેથી જ તેલંગાણામાં 13 કેસ નોંધાયા છે અને લોકો સંઘર્ષ કરી રહ્યા છે. રાજકારણીઓ કોરોના વિશે અભિયાન ચલાવી રહ્યા છે. રાજ્ય સરકાર યોગ્ય સૂચનાઓ પણ આપી રહી છે. તેવી જ રીતે મૂવી સ્ટાર્સ પણ લોકોને શિક્ષિત કરવા અભિયાન ચલાવી રહ્યા છે.
જોકે હવે Coronavirus સાથે લડવા હૈદરાબાદ પોલીસ પણ મેદાનમાં આવી છે. કોરોના ચેપને રોકવા માટે શું સાવચેતી રાખવી જોઈએ. કેવી રીતે હાથ ધોવા. આવી સ્વચ્છતાની જરૂરિયાત વિશે જનતાને માહિતી આપવામાં આવે છે. Rachakonda Police રચ્છાકોંડા પોલીસે ટ્રાફિક સિગ્નલો ઉપર વાહનચાલકોને સલાહ આપી દીધી છે.
આ પહેલા કોરોના વાયરસ વિશે જાગૃતિ ફેલાવવા માટે કેરળ પોલીસે પણ એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોને સ્ટેટ પોલીસ સેન્ટર કેરળે શૅર કર્યો છે. તેની સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, ગભરાવવાની જરૂર નથી, સાવધાનની જરૂર છે. ચાલો સાથે મળી કામ કરીએ. કેરળ પોલીસ તમારી સાથે છે. આ વીડિયોને અત્યાર સુધી 8 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથોસાથ 29 હજાર લાઇક્સ અને 2 હજારથી વધુ કોમેન્ટ્સ મળી ચૂકી છે.
પોલીસે કોરોનાથી લોકોને બચાવવા લગાવ્યા ઠુમકા, કર્યો અનોખો ડાન્સ. જુઓ વાયરલ વિડીઓ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
કોરોના કોઈ જીવલેણ વાયરસ નથી, દવા બનાવતી કંપનીઓનું પૈસા કમાવાનું ષડયંત્ર છે