‘મિર્ઝાપુર’ તથા ‘મિર્ઝાપુર 2′ માં અખંડાનંદ ત્રિપાઠી એટલે કે, કાલીન ભૈયાનું પાત્ર ભજવનાર પંકજ ત્રિપાઠીએ આપેલ એક ઈન્ટરવ્યૂમાં પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું. એમણે જણાવતાં કહ્યું હતું કે, શરૂઆતમાં હું સામેથી કામ શોધવા માટે જતો હતો. હવે કામ મને શોધે છે. પહેલા હું એક ઓફિસથી બીજી ઓફિસ પર ધક્કા ખાતો હતો. ઓફિસની બહાર બેસીને રાહ જોતો તેમજ જણાવતો હતો કે, હું એક્ટર છું, મને કામ આપો. હવે વર્ષ 2021માં બનનાર ફિલ્મની સ્ક્રિપ્ટ મને અત્યારથી જ મળી ગઈ છે.’
શરૂઆતમાં ખુબ મુશ્કેલી વેઠવી પડી :
પંકજ ત્રિપાઠીએ જણાવતાં કહ્યું હતું કે, કરિયરની શરૂઆતમાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હું એ જાણવા માટે જઈ રહ્યો હતો કે, કઈ ફિલ્મનું શૂટિંગ ક્યાં થઈ રહ્યું છે, તો મને ત્યાં એવું જણાવવામાં આવ્યું હતું કે, ફિલ્મનું યુનિટ શૂટિંગ કરીને જતું રહ્યું છે.
‘હવે તારીખો ન હોવાને લીધે ના પાડવી પડે છે’ :
પંકજે આગળ જણાવતાં કહ્યું હતું કે, સંઘર્ષના દિવસો દરમિયાન સોશિયલ મીડિયા ન હતું તથા કાસ્ટિંગ ડિરેક્ટ પણ ન હતા. હવે તો સમયની સાથે જ બધું બદલાઈ ગયું છે. પહેલા કામ શોધવું પડતું હતું જયારે હાલમાં તો તારીખને લીધે ના પાડવી પડે છે.’
શું ફિલ્મમેકરનો ઈગો હર્ટ નથી થતો?
પંકજને પૂછવામાં આવ્યું હતું કે, જ્યારે એ ફિલ્મમેકરને ના પાડે છે તો એમના ઈગોને ઠેસ પહોંચતી નથી? ઉત્તરમાં એક્ટરે જણાવતાં કહ્યું હતું કે, સામેની વ્યક્તિને સાચું કારણ ખબર હોવી જોઈએ.
‘મારી પાસે ઘણાં મેસેજ અને ફિલ્મ પ્રપોઝલ આવે છે. જો કે, હું તમામ પ્રશ્નોનો ઉત્તર આપવા માટે સક્ષમ નથી. જો કે, એમને આટલું જ કહી જ દઉં છું કે, હું આ પ્રોજેક્ટમાં કામ કરી શકીશ નહીં. સામેની વ્યક્તિને ઈમાનદારીથી ઉત્તર આપવામાં આવે તો એમને ઠેસ પહોંચતી નથી. હું એક્સાઈટમેન્ટ વિના એક્ટિંગ કરી શકીશ નહીં.
પંકજ ત્રિપાઠી ગોપાલગંજ બિહારના વતની :
પંકજ ત્રિપાટી બિહારમાં આવેલ ગોપાલગંજના વતની છે. એમના પિતાનું નામ બનારસ ત્રિપાઠી તેમજ એમની માતાનું નામ હિમવંતી દેવી છે. કુલ 4 ભાઈ-બહેનમાં તેઓ સૌથી નાના છે. પંકજ ત્રિપાઠીએ વર્ષ 2004માં ‘રન’માં નાનું એવું પાત્ર ભજવીને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2012માં ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી ખરી ઓળખ મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle