કોરોનાએ કેટ-કેટલાના પરિવારોને બરબાદ કરી નાખ્યા છે. ‘કોઈનો દીકરો તો કોઈના પિતા, કોઈની દીકરી તો કોઈની માતા’. જે રીતે આજે કોરોના વકરી રહ્યો છે તે જોઇને લાગી રહ્યું છે કે, હજી પણ ઘણા પરિવારો તૂટવાના છે. અને ઘણા પરિવારો તૂટી રહ્યા છે. કોરોનાએ વર્ષો જુના અને જન્મ જન્મના સબંધો પણ પલભરમાં જ તોડી નાખ્યા છે. આવો જ એક કિસ્સો હાલ રાજ્યના ભરૂચ જીલ્લામાં બન્યો છે.
ગુજરાતના ભરૂચ જિલ્લાના ભાલોદ ગામની આ ઘટના તમારી આંખો ભીની કરી નાખશે. ભાલોદ ગામના વતની ડો.જયેન્દ્રસિહ બારોટ પોતે વેટનરી ડોક્ટર તરીકેની ડિગ્રી મેળવી છે અને વર્ગ 2 પશુ નિયામક તરીકેની સરકારી સેવામાં જોડાયા હતા. ડો.જયેન્દ્રસિહ બારોટના જીવન સાથી તરીકે અનસુયાબેન સાથે મેળાપ થયો. અને આ મેળાપ થતા જ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને બંને રાજીખુશીથી લગ્નજીવનમાં બંધાયા હતા. બંનેને એકબીજા પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. જુવાનીથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આ બંનેના પ્રેમમાં થોડી પણ આંચ પણ નહોતી આવી. જયેન્દ્રસિહ અને અનસુયાબેનને સંસારસુખમાં એક દીકરીનો જન્મ થયો હતો. લક્ષ્મીનો અવતાર ગણાતી દીકરી સાથે આ દંપતી ખુબ સ્નેહથી રહ્યા હતા. ત્રણ જણાનો આ પરિવાર હંમેશા રાજી ખુશીથી પોતાનું જીવન ગુજારી રહ્યો હતો, પણ તેમને ક્યા ખબર હતી કે, આ કોરોના ચપટી વગાડીને જ જન્મો જન્મના સંબધને તોડી નાખશે અને ખુશીઓને માતમમાં ફેરવી નાખશે.
દંપતી કાયમ સાથે જ રહેતા હતા
લગ્નજીવનમાં બંધાયા પછી પણ કોઈ એકબીજા વગર થોડો સમય પણ જીવી નહોતું શકતું. 58 વર્ષના લગ્ન જીવનમાં કાયમ સાથે રહેતા આ દંપતી થોડો સમય પણ એકબીજાથી છુટા પડ્યા નહોતા. લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ આવે પરંતુ દરેક સમસ્યાનો હસ્તે મુખે સામનો કરી આ દંપતી પોતાનું સુખમય જીવન ગુજારી રહ્યા હતા. આટલા લાંબા સમય સુધી એકવાર પણ ઝઘડો થયા વગર રહેવું તે કોઈ નાની વાત નથી, અને આવું થવા પાછળનું એક જ કારણ હતું કે બંને એકબીજાની ભૂલોને ભૂલતા હતા અને માફ કરતા હતા.
લગ્ન બાદ દંપતી વચ્ચે પ્રેમ ઓછો થતો તમે જોયો હશે પરંતુ આ દંપતીનો પ્રેમ દિવસેને દિવસે વધી રહ્યો હતો. જયારે પણ કોઈ જુદા થવાની કે મારવાની વાત આવે એટલે અનસુયાબેનને જયેન્દ્રસિંહ કહેતાં હતા કે, ‘તારા વગર જીવન શું કામનું? હું તને વચન આપું છું કે, તું આ દુનિયા છોડી જઈશ, તો હું તેના ગણતરીના સમયમાં તારી સાથે આવવા આ દુનિયા છોડી દઈશ. તને એકલી નહિ મુકું.’
પતિએ પત્નીને આપેલું અંતિમ વચન પૂરું કર્યું…
થોડા સમય પહેલા જ બંને પતિ પત્નીને કોરોના આવ્યો હતો, અને બંનેના પ્રેમી જીવન પર કોરોનાનો ગ્રહ લાગ્યો હતો. કોરોના થતા જ બંનેને રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. અને જયેન્દ્રસિંહ બારોટને ક્યા ખબર હતી કે, કોરોના તેનો વર્ષો જુનો પ્રેમ અને જીવન જીવવાની ઉમ્મીદ પોતાનાથી છીનવી લેશે. અનસુયાબેનનું મોત થતા પરિવાર સાથે તંત્ર રાજપીપલાના સ્મશાને લઇ ગયા હતા. પત્નીએ આ દુનિયા છોડી દીધી છે આ વાતથી જયેન્દ્રસિંહ બારોટ બિલકુલ અંજાન હતા. જયેન્દ્રસિંહ બારોટ જીવન અને મોત વચ્ચે લડી રહ્યા હતા. પત્નીનું મોત થયું છે આ વાતની જાણ કોઈએ પતિને નહોતી કરી તેમછતાં એક કલાકના સમયમાં જ પતિ જયેન્દ્રસિહનું પણ મોત થયું હતું અને તેમણે આપેલો કોલ જાણે પૂરો કર્યો હતો.
જ્યાં અનસુયાબેનનો અંતિમ સંસ્કાર થયો, જેમાં દીકરી દર્શનાના પુત્ર કુશાગ્ર અને ભાઈના દીકરા નિમેષ બંનેએ અગ્નિ દાહ આપ્યો હતો. આ દંપતી સાથે 58 વર્ષ જીવ્યા અને સાથે આ ફાની દુનિયા છોડી જતા રહ્યા તેમના પરિવાર પણ તેમના પ્રેમની વાત કરી ગર્વ અનુભવે છે અને પરિવાર સાત જન્મ સાથે રહે તેવી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.