અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે. જેમાં પરિણીતાને પતિ ના નાનપણના મિત્રએ તારા પતિનું બધું પૂરું કરી દઈશ તું મારા જોડે લગ્ન કરી લે તેમ કહીને પરિણીતી સાથે છેડતી કરી હતી. યુવક પરિણીતાને ઘર પાસે આવી પોતાની બાઈક પર બેસાડીને મેટ્રો સ્ટેશન પાસે લઈ ગયો હતો. દરમિયાન તેમણે પોતાની વાત કરીને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે પરિણીતાએ ના પાડી હતી અને તેનો હાથ પકડીને તેની છેડતી કરી હતી. આ સમગ્ર ઘટનાને લઇને મહિલા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં કેનાલ પાસે આવેલા એક ફ્લેટમાં રહેતી ૩૪ વર્ષની પરિણીતા તેમના પતિ સસરા અને પાંચ બાળકો સાથે રહે છે. તેમનો પતિ રિક્ષા ડ્રાઇવર છે જે રીક્ષા ડ્રાઇવિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવાર અગાઉ શાહપુર ખાતે રહેતો હતો ત્યારે તેમના પતિ નો નાનપણ નો મિત્ર અલ્તાફ શેખને તેમના પરિવાર જેવા સંબંધો હતા. 2007માં આ મહિલા અને તેમનો પરિવાર શાહપુર થી ફતેવાડી રહેવા માટે આવી ગયો હતો. આ મહિલાના પતિ નો ફોન કઈ જગ્યાએ ખોવાઈ જતા તેમણે નવો ફોન અને નવું સિમકાર્ડ લઈ લીધું હતું. જેને લીધે પતિના મિત્ર અલ્તાફ સાથે તેમના કોઇ સંપર્ક રહ્યા નહોતા.
દોઢ મહિના પહેલા આ મહિલા અને તેનો દિયર કામથી બહાર જઈ રહ્યા હતા. હવે તેઓ ફ્લેટની નીચે રીક્ષા ની વાટ જોઈ ને ઉભા હતા. આ દરમિયાન તેના પતિ નો જૂનો મિત્ર અલતાફ શેખ તેની રિક્ષા લઈને ડુંગળી બટાકા નો વેપાર કરતો હતો રિક્ષાની રાહ જોઇને ઉભેલા મહિલાના દિયર ને તેની પાસે આવ્યો હતો. ત્યાંરે મહિલાના પતિ નો નંબર માગતા તેમણે મહિલાના દિયરે ભૂલથી આ મહિલાનો નંબર આપી દીધો હતો. આ અલ્તાફ બે-ત્રણ દિવસ પછી અવારનવાર મહિલા ને ફોન કરી તેમની સાથે અને તેમના પતિ સાથે વાતચીત કરતો રહેતો હતો. મહિલાના પતિને ૧૦,૦૦૦ રૂપિયાની જરૂર હોવાથી મહિલાએ તેને ૧૦,૦૦૦ રૂપિયાની લોન અપાવી દેશે તેવી વાત પણ કરી હતી.
થોડા દિવસ બાદ મહિલાના દીકરા નો ફોન ટુટી ગયો, મહિલાએ તેના પુત્રને એક જુનો ફોન લઇ આપવાની વાત પણ કરી હતી. જેથી અલ્તાફ એ બે-ચાર દિવસમાં જ મહિલા ના દીકરાને ફોનની સગવડ કરી આપી હતી મેં કહ્યું કે 18મીએ રાત્રે મહિલા તેના પરિવાર સાથે ઘરે હાજર હતી. જ્યારે તેમના પતિ નો મિત્ર અલ્તાફ તેના ઘરે આવી પહોંચ્યો હતો. મહિલાના દીકરાને વાપરવા માટે એક જુનો ફોન આપી થોડોક સમય રોકાયો હતો અને ત્યારબાદ જતો રહ્યો હતો.
ત્યારબાદ થોડા સમય પછી અલ્તાફ એ ફોન કરીને કહ્યું હતું કે હું તમારા ફ્લેટ નીચે ઉભો છું તમે નીચે આવો મારે તમારી સાથે વાત કરવી છે. તેના પ્રત્યુત્તરમાં મહિલાએ જવાબ આપતા જણાવ્યું કે, તેમના પતિના આવવાનો સમય થઈ ગયો છે. અલ્તાફ એ મહિલાને કહ્યું કે, તેમનો પતિ હાલ રિક્ષા લઈને ચાંગોદર ગયો હોવાથી તેને આવતા થોડોક સમય લાગશે. ત્યારબાદ મહિલા નીચે ગઈ હતી અને અલ્તાફ આ મહિલાને પોતાની બાઈક પાછળ બેસાડીને મેટ્રો સ્ટેશન લઇ ગયો હતો.
ત્યાં જઈને અલ્તાફ એ મહિલાને જણાવ્યું કે, તારા પતિનું તમામ દેવું હું પૂરું કરી દઈશ. તું મારી સાથે લગ્ન કરી લે. ત્યારે મહિલાએ પ્રત્યુત્તરમાં ના પાડતા અલ્તાફ એ મહિલાનો હાથ પકડીને કહ્યું કે તું મને ખૂબ જ ગમે છે. તું મારી સાથે લગ્ન કરી લે. ત્યારબાદ મહિલા ની છેડછાડ કરનાર અલ્તાફ ની હરકત બાબતે મહિલાએ તેમના પતિ સાથે વાત કરી હતી અને અંતે પરિવારજનોએ ફરિયાદ કરવાનું કહેતાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં અલ્તાફ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.