સુરતના આઈસ્ક્રીમ પાર્લરમાં દરોડા: 15 જગ્યાએથી લેવાયા આઈસક્રીમ સેમ્પલ

Ice cream Samples: સુરત શહેરમાં જેમ જેમ ઉનાળો વધી રહ્યો છે તેમ તેમ ઠંડા પીણાં તથા આઇસ્ક્રીમનું સેવન ખુબ વધી રહ્યું છે. ત્યારે હવે આરોગ્ય ટીમે લોકોને બીમારથી બચવા માટે ટીમ દ્રારા શહેરના અનેક આઇસ્ક્રીમ પાલરમાંથી અનેક આઇસ્ક્રીમના સેમ્પલ લેવામાં (Ice cream Samples) આવ્યા છે. ત્યારે આઇસ્ક્રીમ બનાવવા કલર ફ્લેવર્ડ તથા વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવામાં આવતું હતું તેવી માહિતી મળી રહી છે. આરોગ્યની ટીમ દ્રારા 14 એજન્સીઓ માંથી સેમ્પલ લઈ વેસુ ખાતેની લેબમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.

ફૂડ વિભાગે જણાવ્યું છે કે, હાલમાં જ દૂધની વિવિધ બનાવટનાં સેમ્પલો લેબ તપાસમાં ફેલ થયાં હતાં, જેને પગલે આઇસ્ક્રીમ બનાવવામાં ઉપયોગમાં લેવાતા વિવિધ ફ્લેવરો સહિતની સામગ્રીઓ ગુણવત્તાયુક્ત છે કે નહીં તેની ચકાસણી માટે શહેરમાં મોટી માત્રામાં આઇસ્ક્રીમ જથ્થો સપ્લાય અને વેચાણ કરતી એજન્સીઓને ત્યાં તપાસ કરવામાં આવી છે.

પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં 14 આઇસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી કુલ 15 સેમ્પલ ભેગા કરવામાં આવ્યા હતાં, જેને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. સંભવત: ચારથી પાંચ દિવસમાં રિપોર્ટ જાહેર કરવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું છે.

કૃષ્ણ આઇસ્ક્રીમ નાનપુરા,મનમોહક આઇસ્ક્રીમ,રૂઘનાથપુરા હિમ ક્રીમ એન્ડ કેન્ડી,શ્યામધામ ચોક ઉમિયા એજન્સી, જહાંગીરપુરા મોમ્સ એન્ડ સન્સ રાંદેર નીલકંઠ એજન્સી,લિંબાયત બોમ્બે સુપર આઇસ્ક્રીમ સીમાડા સુરત એજન્સી, ખટોદરા ન્યુ હિમ ક્રીમ કેન્ડી નાના વરાછા,જલારામ એજન્સી કતારગામ,માધવ આઇસ્ક્રીમ કડોદરા, ગજાનંદ સેલ્સ ઉધના ભરકાદેવી પાર્લર ઉન, હેવમોર એજન્સી કતારગામ માંથી પણ સેમ્પલ લેવામાં આવ્યું છે.