ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ માં કુલભૂષણ જાધવ આ મામલે પાકિસ્તાનને મળેલી હાર બાદ સોશિયલ મીડિયામાં ભારતીય વકીલ હરીશ સાલ્વે ની ખૂબ પ્રશંસા થઈ રહી છે. પાકિસ્તાને icj માં જ્યાં બે વકીલ બદલા ત્યાં એકલા સાલ્વે પાકિસ્તાન પર ભારે પડ્યા અને જાધવની ફાંસી રોકવામાં સફળતા મેળવી. દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વે એ પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ કેસને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લડવા માટે એક રૂપિયા ફી લેનારા સાલ્વે એ પાકિસ્તાનના 20 કરોડ રૂપિયા લેનાર વકીલ ને હરાવી દીધા.
સાલ્વે icj માં પાકિસ્તાનની ભૂલોને છતી કરીને કેસના મૂળિયાને સંધિના ઉલ્લંઘન પર રજૂ કર્યા.સાલ્વે એ પોતાના બાળકોની મદદથી તે સાબિત કર્યું કે પાકિસ્તાન કુલભૂષણ ને કાઉન્સિલર એક્સેસ ન આપીને વિયના સંધિ નું ઉલ્લંઘન કર્યું છે. અને પોતાના પર કોના આધારે સાલ્વે કુલભૂષણ ને ભારતીય નાગરિક સાબિત કરવામાં પણ સફળ રહ્યા. કુલભૂષણ ના તર્ક સામે પાકિસ્તાનના વકીલ ખારવ કુરેશી નાકામ રહ્યા. સાલવે ની દલીલોના કારણે આઇ સી જે એ 15 – 1 થી ભારતના પક્ષમાં નિર્ણય આપ્યો.
નોંધનીય છે કે નેધરલેન્ડના હેંગ સ્થિત icj માં ભારત તરફથી હરીશ સાલ્વે એ દલીલો રજૂ કરી. તેમણે પાકિસ્તાનના જુઠ્ઠાણાને સામે લાવ્યા. સાલ્વે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે અને તેમની ગણતરી દેશના સૌથી મોંઘા વકીલોમાં થાય છે. રિપોર્ટ્સ અનુસાર સાલ્વે એક દિવસની ફી પેટે 30 લાખ રૂપિયા લે છે પરંતુ કુલભૂષણ ના કેસમાં તેમણે માત્ર એક રૂપિયામાં લડ્યો. 1999 થી 2002 સુધી દેશના સોલિસિટર જનરલ રહ્યા. તેમના પિતા એનકેપી સાલ્વે પૂર્વ કોંગ્રેસ સાંસદ હતા. એપ્રિલ 2012માં તેમનું નિધન થયું.
પાકિસ્તાનના વકીલે લીધા 20 કરોડ રૂપિયા.
કેમ્બ્રિજ યુનિવર્સિટી થી કાયદામાં ડિગ્રી મેળવનાર ખાવર કુરેશી હાઈ જેમાં કેસ લડનારા સૌથી ઓછી ઉંમરના વકીલ છે. નબળી આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહેલા પાકિસ્તાની કુલભૂષણ કે સુપર આટલી મોટી રકમ ખર્ચ કરવા બદલ નિંદાઓ નો સામનો કરવો પડ્યો. વર્ષ 2016માં પાકિસ્તાનના બજેટમાં અગ્નિ સુરક્ષા માટે ૧૮ કરોડ, જેલ પ્રશાસન માટે 3 કરોડ અને સાર્વજનિક સુરક્ષા સંશોધન અને વિકાસ માટે 3 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.