કોરોનાકાળમાં વૈક્સીન મુકાવતા પહેલાં વાંચી લેજો આ લેખ, નહીં તો પસ્તાવવાનો આવશે વારો

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર શરુ થઈ ચુકી એને ખુબ લાંબો સમય થવાં આવ્યો છે. પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ ખતરનાક સાબિત થઈ રહી છે. સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે દરરોજ કોરોના સંક્રમણના 1,15,000 થી વધારે નવા કેસો સામે આવ્યા છે.

નિષ્ણાતો દ્વારા ભારતની ચિંતામાં વધારો થયો છે. નિષ્ણાંતોના મત પ્રમાણે ભારત કોરોના સંક્રમણનાં પોઝિટિવ સેમ્પલોની પ્રયોગશાળામાં પૂરતા પ્રમાણમાં તપાસ કરવામાં નિષ્ફળ રહ્યું છે. ભારત પાસે પૂરતો ડેટા જ નથી કે, જેનાથી ઝડપથી સતત વધતા જતાં કેસનું કારણ સમજવામાં મદદ મળી શકે.

બ્લૂમબર્ગના હાલના એક રિપોર્ટમાં એક્સપર્ટના હવાલાથી ચેતવણી આપવામાં આવી છે કે, જો ભારત જિનેટિક સિક્વન્સિંગના આંકડાને ખુબ ઝડપથી નહીં વધારે તો ઈલાજ તો મુશ્કેલ થશે જ પરંતુ આની સાથે જ વેક્સિન પણ નકામી બની જશે. કોરોના પર કોઈ ખાસ અસર નહીં થાય.

વિજ્ઞાનીઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, જો ભારત પોઝિટિવ સેમ્પલોનું ઝડપથી જિનેટિક સિક્વન્સિંગ નહીં કરે તો કોરોના વિરુદ્ધ તેની લડાઈ ખૂબ નબળી થઈ જશે. હોસ્પિટલમાં કારગત ઈલાજ થઈ શકશે નહીં તેમજ ન તો વાયરસ વિરુદ્ધ વેક્સિન કામમાં આવશે.

કોરોના સંક્રમણ વિરુદ્ધની લડાઈમાં ટેસ્ટિંગ તો મહત્વનું છે જ પરંતુ એનાથી પણ વધુ મહત્વનું છે કે, પોઝિટિવ સેમ્પલોની જિનોમ સિક્વન્સનો અભ્યાસ કે, જે લોકો સંક્રમિત મળે છે એમાંથી બધાંનાં સેમ્પલોની આગળ એ વાતની તપાસ કરવામાં આવે છે કે, વાયરસનો કોઈ નવો વેરિએ્ટ તો ઉત્પન્ન થઈ રહ્યો નથીને.

એમાં કોઈ એવો બદલાવ તો થઈ નથી રહ્યો ને કે, જે વધારે ખતરનાક તથા ચેપી હોય. યુનિવર્સિટી ઓફ મિશિગનની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રોફેસર ભ્રમર મુખર્જીના જણાવ્યા પ્રમાણે, ભારત પાસે કોરોનાના નવા વેરિએન્ટનો પૂરતો ડેટા જ નથી. આના પરથી ખ્યાલ આવે છે કે, સંક્રમણમાં અચાનક જબરદસ્ત ઉછાળાનું કારણ અમુક નવા વેરિએન્ટ છે કે કેમ.

ભારત પોઝિટિવ સેમ્પલોના જિનેટિક સિક્વન્સિંગ બાબતે બ્રિટન તથા અમેરિકા દેશોની તુલનાએ ખુબ પાછળ છે. ભારતે પોતાનાં પોઝિટિવ સેમ્પલોના 1%થી પણ ખુબ ઓછું જિનેટિક સિક્વન્સિંગ કરવામાં આવ્યું છે. બીજી બાજુ, બ્રિટનમાં આ આંકડો 8% છે. ગત સપ્તાહમાં તો પોઝિટિવ સેમ્પલોમાંથી 33% એટલે કે એક તૃતીયાંશ સેમ્પલોનું લેબોરેટરીમાં આગળની તપાસ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *