ઉનાળું પાકની વાવણી માટે ખેડૂતો મોડું કરશે તો થઈ શકે છે નુકસાની- જગતના તાતને સલાહની સાથે ચેતવણી પણ…

Sowing of Summer Crops: રાજ્યમાં ધીમે ધીમે ગરમીની શરૂઆત થતી હોઈ તેવું લાગી રહ્યું છે. મોટાભાગે શિયાળુ પાક કાપણીની પરિસ્થિતિએ પહોંચી ગયો છે, તેમજ ઉનાળુ…

Sowing of Summer Crops: રાજ્યમાં ધીમે ધીમે ગરમીની શરૂઆત થતી હોઈ તેવું લાગી રહ્યું છે. મોટાભાગે શિયાળુ પાક કાપણીની પરિસ્થિતિએ પહોંચી ગયો છે, તેમજ ઉનાળુ પાકની વાવણી(Sowing of Summer Crops) તૈયારી ચાલી રહી છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને ચેતવતી આગાહી કરવામાં આવી છે.તેમણે ઉનાળા પાકના વાવેતર કરવાની યોગ્ય તારીખોની વાત કરી છે. સાથે જ તેમણે પ્રી-મોન્સુન એક્ટિવિટીના પ્રથમ રાઉન્ડની તારીખો અંગે અનુમાન વ્યક્ત કરતાં ખાસ કાળજી રાખવાનું જણાવ્યું છે.આ ઉપરાંત વહેલેસર ઉનાળુપાક લેવાની ખેડૂતોને સલાહ આપવામાં આવી છે.

વરસાદી ઝાપટાના કારણે ઉનાળુ પાકને નુકશાન પહોંચે છે
ઘણીવાર ભરઉનાળે વરસાદી માવઠા પડતા હોઈ છે.જેના કારણે પાક બગાડવાની ભીતિ સેવાતી હોઈ છે,જો કે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ 15 જૂન હોય છે. પરંતુ 15 મેથી 15 જૂનનો ગાળો હોય તે પ્રી-મોન્સુન એક્ટિવામાં ઘણી વાર વરસાદના ઝાપટા પડતા હોય છે. ક્યારેક એવું બને કે દરિયાઇ તાપમાન ઊંચું હોય તો સાયક્લોન આવતા હોય છે અને આપણને અસર કરતું હોય છે. તે સમય દરમિયાન અનેક પાકોમાં નુકસાન થયું હોય છે. ઉનાળું પાકમાં અણદ, મગ, તલ, મગફળી જેવા પાકને નુકસાન થતું હોય છે.જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવતો હોઈ છે.

અત્યારથી ઉનાળુ પાકની તૈયારી કરવી જોઈએ
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,અત્યારથી દરેક ખેડૂતોએ ઉનાળુપાકની શરૂઆત કરી દેવી જોઈએ.જો તમે વધારે પડ્તું મોડું કરશો તો પાછળથી જ્યારે પાક તૈયાર થઇ જવાના આરે હશે ત્યારે પ્રી-મોનસુન એક્ટિવિટીના કારણે પાકને નુકસાની પહોંચી શકે છે. જે ખેડૂતોએ ઉનાળું પાકનું વાવેતર કરવાનું હોય તેઓ સૌપ્રથમ કાળજી રાખે કે 5 માર્ચ સુધી ઉનાળું પાકના વાવેતરની વિધિ પૂરી કરી લેવી જોઇએ.નહોતી પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે.તેમજ આંબાની ખેતી કરતા લોકોએ પણ અગત્યની સાવચેતી રાખવી જોઈએ.

ઉનાળુ પાકમાં આ વાતનું ધ્યાન રાખો
આગામી ચોમાસાની ઋતુમાં વાવણી માટે ખેડુતોએ અત્યારથી જ સારી ગુણવત્તા અને વધારે ઉત્પાદન આપતી જાતોના બીજની પસંદગી કરી લેવી જોઇએ.કમ્પોસ્ટ, છાણીયું ખાતર અનેજીપ્સમ ભલામણ મજુબ ચાસમાં ભરવું. શક્ય હોય ત્યાં સુધી છાણીયું ખાતર જ વાપરવું જોઈએ કેમ કે તેના ઉપયોગથી રાસાયણિક ખાતરની જેમ જમીનમાં કોઈ આડ અસર થતી નથી.ઉનાળું મગફળી, બાજરી, મગ, અડદ અને તલ જેવા પાકોની સમયસર કાપણી અને થ્રેશીંગની કામગીરી પૂર્ણ કરી અનાજના જથ્થાને સલામત સ્થળે સંગ્રહ કરી લેવો જોઈએ. ગુલાબી ઈયળનાં નિયંત્રણ માટે કપાસનું વહેલું વાવેતર ન કરતા સમયસર વાવણી થયા પછી વાવેતર કરીયે જેથી અમુકઅંશે નિયંત્રણ કરી શકાય છે.