ધર્મના નામે રાજનીતિ! ‘હનુમાન ચાલીસા વાંચવી એ દેશદ્રોહ છે…’ જાણો કોણ બોલ્યું?

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદને લઈને રાજનીતિ વધી રહી છે. શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ ક્રમમાં આજે ફડણવીસે…

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદને લઈને રાજનીતિ વધી રહી છે. શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ ક્રમમાં આજે ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરીને ઉદ્ધવ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જો હનુમાન ચાલીસા મહારાષ્ટ્રમાં નહીં બોલાય તો શું પાકિસ્તાનમાં બોલાશે, તેઓ હનુમાન ચાલીસાને આટલી નફરત કેમ કરે છે? આપણે સૌ હનુમાન ચાલીસા બોલીશું, જો સરકારમાં હિંમત હોય તોઅમારા પર રાજદ્રોહનો ગુનો દાખલ કરીને બતાવે.

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વધતો જ જઈ રહ્યો છે. સરકાર અને વિપક્ષ આ મુદ્દાને લઈને બે-બે હાથ કરવાના મૂડમાં છે. આજે આ મામલાને લઈને સરકારે સર્વદલીય બેઠક બોલાવી હતી, પણ BJPએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. બેઠક પછી મહારાષ્ટ્રના મંત્રી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો દીકરા આદિત્ય ઠાકરેએ કહ્યું કે, આ મુદ્દાનું રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે, જે થવું ન જોઈએ. આ કારણે કેન્દ્ર સરકારે આના પર કાયદો બનાવવો જોઈએ.

વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે, અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેનો ધારાસભ્ય પતિ નવનીત રાણાની ધરપકડ પાછળ CM ઉદ્ધવ ઠાકરેનો હાથ છે. કેમ કે, રાણાએ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી હતી. તેમજ, કિરીટ સોમૈયા પર હૂમલો કરવા માટે પણ ઉદ્ધવ ઠાકરેને જવાબદાર ગણાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *