કોરોનાની પરીસ્તીથી સતત વણસતી જતી રહી છે. ગુજરાત રાજ્યની પાલિકા-પંચાયતોની ચૂંટણી દરમિયાન બિન્દાસ બનીને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ધૂમ પ્રચાર કર્યો,રેલીઓનું આયોજન,જાહેરસભાનું આયોજન વખતે સરકારને કોરોનાનો ભય લાગ્યો નહીં, દાંડી યાત્રા તથા ટી ટ્વેન્ટી મેચનું આયોજન થાય ત્યારે સરકારને કોરોના કેસમાં વધારો થશે તેનો અંદાજ આવ્યો નહીં.
હવે સરકારને કોરોનાની ગંભીરતા સમજાઇ છે. ગુજરાતમાં આંશિક લોકડાઉન થયુ છે ત્યારે ગુજરાત વિધાનસભા ચાલુ રાખવા પાછળનો અર્થ શું છે તે ગુજરાતની જનતાને સમજાતુ નથી. હવે આગળ જોઈએ કે, સરકાર પોતાની આ મનમાની ચાલુ રાખે છે જેનું પરિણામ માસુમ લોકોને ભોગવવું પડે છે.
ગુજરાત વિધાનસભા ચાલુ રાખવા પાછળનો અર્થ શું ?
શાળા-કોલેજ, થીયેટર, મોલમાં લોકો એકત્ર થાય તો સરકારને કોરોના વકરવાની ભીતિ લાગે છે. લગ્ન અથવા તો સામાજિક પ્રસંગે 100 લોકો એકત્ર થાય તો સરકારને કોરોનાના કેસમાં વધારો થશે તેવો ડર સતાવી રહ્યો છે પરંતુ ગુજરાત વિધાનસભામાં 170થી વધારે ધારાસભ્યો,100થી વધુ અધિકારીઓ એકત્ર થાય,પોલીસના ધાડેધાડા ઉતર્યા છે.
મુલાકાતીઓની અવરજવર રહે છે. સોશિયલ ડિસટન્સના નિયમો નેવે મૂકાઈ ગયાં છે ત્યારે કોરોનાનું સંક્રમણમાં વધારો થાય નહી એવુ કોણે કીધુ. એકને ખોળ,બીજાને ગોળ જેવી નીતિ અખત્યાર કરનાર ભાજપ સરકાર લોકોને કોરોનાથી ચેતવા સુફિયાણી એકને ખોળ,બીજાને ગોળ જેવી નીતિલાહ આપી રહી છે.
એકને ખોળ,બીજાને ગોળ જેવી નીતિ :
સામાન્ય વ્યક્તિ માસ્ક ન પહેરે તો 1,000 દંડ ફટકારવા પોલીસને જાણે તાન ચડે છે. બીજી બાજુ, વિધાનસભા ગૃહમાં પ્રજાના ચૂંટાયેલ પ્રતિનિધીઓ માસ્ક પહેરતાં જ નથી. આમ,વિધાનસભા ગૃહમાં નિયમોનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે ત્યારે રાજકારણીઓને જાણે કોઇ કહેનાર જ નથી.
તમામ નિયમો ફક્ત આમ જનતા માટે છે. બીજુ કે, વિધાનસભા બજેટ સત્રમાં અત્યારે તો જાણે સત્તાધારી પક્ષ તથા વિપક્ષ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાતી હોય તેવુ પ્રસૃથાપિત થઇ રહ્યુ છે. ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે ત્યારે વિધાનસભા ગૃહમાં પ્રજાના પ્રશ્નો ઉકેલવાની ચર્ચાને બદલે ધારાસભ્યોએ કેવા વસ્ત્રો પહેરવા જોઇએ તે મુદ્દે ચર્ચા થઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle