એકબાજુ સમગ્ર વિશ્વમાં છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી કોરોનાની મહામારી ચાલી રહી છે જયારે બીજી બાજુ હોળીનો તહેવાર પણ આવી ચુક્યો છે. આવા સમયમાં અમે આપને ખુબ જ ઉપયોગી સબીત્થાય એવી જાણકારી લઈને આવ્યા છીએ. ગુજરાતીઓ એટલે હરવા-ફરવાના શોખીન.
સમગ્ર દેશમાં ગમે તે ટૂરિસ્ટ સ્પોટ પર જાઓ ત્યાં ગુજરાતી અચૂક મળી જ જાય પણ કોરોનામાં જોવા મળી રહેલ જબરદસ્ત ઉછાળાને ગુજરાતમાં હદ પારનો કોરોના વકર્યો છે. જેના પરિણામ હાલમાં ફરવા માટે ગયેલા ગુજરાતીઓએ ભોગવવા પડી રહ્યા છે.
હજુ 3 દિવસ અગાઉ જ સમાચાર આવ્યા હતા કે, ઋષિકેશમાં એકસાથે 28 ગુજરાતી પ્રવાસીનાં કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લીધે ત્યાના સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવાં પામ્યો છે. મસુરી તથા હરિદ્વારમાં પણ ગુજરાતીઓનું ટ્રેસિંગ-ટેસ્ટિંગની શરૂઆત થઈ ગઈ છે.
આની સાથે જ હાલમાં નેપાળ બોર્ડર પરથી સમાચાર સામે આવી રહ્યાં છે કે, પશુપતિનાથના દર્શન કરવાં માટે જઈ રહેલા 50 જેટલા ગુજરાતી યાત્રીઓને નેપાળ પોલિસ દ્વારા પ્રવેશ કરવાં દેવામાં આવ્યો નથી. એમને બોર્ડર પરથી જ પરત મોકલી દેવામાં આવ્યા હતા.
કાઠમંડુ-પોખરા જઈ રહેલાં ગુજરાતી ટૂરિસ્ટોને બોર્ડરે જ રોકી દેવાયા:
ભારત-નેપાળ વચ્ચેની સોનૌલી બોર્ડર થઈને નેપાળ જઈ તરફ રહેલા 50 જેટલા ગુજરાતી પ્રવાસીઓને ગુરુવારની મોડી રાત્રે નેપાળ પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવ્યા હતા. ગુજરાતમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાની વાત ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશોમાં ફેલાઈ ગઈ છે.
આ જ કારણથી નેપાળ પોલીસ દ્વારા ગુજરાતી ટૂરિસ્ટોના ગ્રુપને અટકાવી દીધાનું બિનસત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જો કે, હવે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, નેપાળની રાજધાની કાઠમંડુની ઉપરાંત પોખરા તરફ જતા સરહદી વિસ્તારોમાંથી પણ ભારતીય લોકોને પાછા ભારતીય સરહદમાં ધકેલી દેવામાં આવ્યા છે.
કોવિડ સર્ટિફિકેટ ન હોવાથી નેપાળમાં ગુજરાતીઓને ‘નો-એન્ટ્રી’:
નેપાળના બેલહિયા ક્ષેત્રના ઈન્સ્પેક્ટર ઈશ્વરી અધિકારી સમાચાર એજન્સીને જણાવે છે કે, તેમના ઉચ્ચાધિકારીઓ દ્વારા જ પર્યટકોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. ગત ગુરુવારની રાત્રે અમદાવાદથી 50 જેટલા પર્યટકોનું ગ્રુપ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માટે નેપાળ બોર્ડર પહોંચી ગયું હતું.
આની સાથે જ રાત્રિના સમયે બોર્ડર બંધ હતી. શુક્રવારની સવારના સમયે સોનૌલી આ ગ્રુપ પહોંચ્યું ત્યારે ત્યાં બસ ઊભી રાખીને નેપાળમાં પ્રવેશવા માટે સરહદે પહોંચી ગયાં હતા પણ આ પ્રવાસીઓની પાસે કોવિડ સર્ટિફિકેટ ન હોવાને લીધે તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
‘બોર્ડર ખુલ્લી છે એમ છતાં અમને નેપાળમાં પ્રવેશવા ન દેવાયા’:
આ ગ્રુપમાં સામેલ સલોની શાહ જણાવે છે કે, નેપાળ પોલીસે લોકડાઉન છે એવું જણાવીને અમને ભારત પાછાં મોકલી દીધા હતા. ભારતમાં કોરોનાની વકરતી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ નેપાળના સત્તાવાળાઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના પ્રભાવી વિસ્તારમાંથી આવતા ટૂરિસ્ટને અંદર જવા દેતા નથી.
અમને ખબર જ છે કે, બોર્ડર તો ખુલ્લી છે તેમજ લોકો જાય પણ છે. આ મામલે અમે સ્થાનિક ડીએમને રજૂઆત કરવામાં આવી છે તેમજ તેઓ વિચારણા કરીને અમને જવા-દેવા અથવા તો ન જવા દેવા તે અંગે નિર્ણય લેવામાં આવશે.
રાજસ્થાન-મહારાષ્ટ્રના ડેસ્ટિનેશનમાં નેગેટિવ રિપોર્ટ ફરજિયાત:
હાલમાં રાજસ્થાન તથા મહારાષ્ટ્રના ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. રાજસ્થાન તથા મહારાષ્ટ્રની બોર્ડરે તો કોરોનાના RT-PCR ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ વગર પ્રવેશ પણ આપવા દેવામાં આવતો નથી. આવા સમયમાં અત્યારે માઉન્ટ આબુ, ઉદયપુર, લોનાવલા, નાસિક, શિરડી સહિતના સ્થળોએ ગુજરાતી પ્રવાસીઓને કોરોના નેગેટિવ રિપોર્ટ વગર હોટેલમાં રૂમ પણ આપવામાં આવતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.