માતા-પિતા સાવચેત થઈ જજો: પોતાના બાળકોને વધારે પડતા લાડ ભારે પડશે, અમદાવાદનો આ કિસ્સો જાણી ચોકી જશો 

પહેલેથી જ પોતાના બાળકોને વધારે પડતા લાડ કરાવા ઘણી વાર પાછળથી માતા-પિતાને જ ભારે પડતા હોય છે. આવો જ એક કિસ્સો હાલ અમદાવાદ (Ahmedabad)માંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અહીં ડોકટર પિતાની એકની એક 18 વર્ષની દીકરીને આઇફોન(IPhone) આપવાની ના પાડતા તેણે ગુસ્સામાં આવીને ચાલુ પંખામાં હાથ નાખ્યો હતો અને ઘરના શોકેસમાં મૂકેલી કીમતી એન્ટિક વસ્તુઓ તોડી નાખી હતી. આ સિવાય દીકરીએ પિતા આઇફોન નહિ આપે તો પોતાની જાતને નુકશાન પહોચાડવાની ધમકીઓ પણ આપવાનું શરુ કર્યું હતું.

દીકરી અતિશય ગુસ્સામાં હોવાને કારણે પિતા શાંત ન કરી શકતા તેમને મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. ડોક્ટરે અભયમના કાઉન્સિલરોને જણાવ્યું કે, તેમની દીકરીને કોઇ વાતનો ઇન્કાર કર્યો નથી. તેની તમામ જીદ પુરી કરી છે. માતા-પિતાએ નાનપણથી તેમની દીકરીએ માગેલી તમામ વસ્તુઓ તરત લાવી આપી છે.

પરતું છેલ્લા થોડા દિવસથી તેમની દીકરી આઇફોનની જીદ લઇને બેસી છે. જેના કારણે તે પોતાની જાતને નુકશાન પહોચાડવાની પણ ધમકીઓ આપી રહી છે. દીકરી ભણવામાં ખૂબ હોશિયાર હોવાથી તેને આઇફોન આપવા માગતા નથી. તેમણે દીકરીને ભણી લીધા બાદ ફોન અપાવવાની ખાતરી આપી હતી. ગુસ્સામાં દીકરી કઈ ખોટું ન કરી બેસે જેના કારણે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી.

દીકરીએ કહ્યું, મને ના સાંભળવાની ટેવ નથી:
આ પછી જયારે કાઉન્સિલર દ્વારા માતા-પિતાને દૂર કરીને દીકરી સાથે વાત કરતા દીકરીએ જણાવ્યું હતું કે, ‘મને ના સાંભળવી ગમતી નથી. મારા મમ્મી પપ્પાનું હું સિંગલ ચાઇલ્ડ છું. મને મારી દરેક માગણી પૂરી કરવાની નાનપણથી આદત છે. આજે પહેલી વખત પપ્પાએ આઇફોનની ના પાડી છે, તે મને ગમ્યુ નથી અને ગુસ્સો આવે છે.’ દરેક માતા-પિતાએ પોતાના બાળકોને નાનપણથી જ દરેક બાબતો સમજાવવી જોઈએ. જેના કારણે બાળકો કોઈ ખોટું પગલું ન ભરી બેસે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *