શ્રીફળ હિન્દુ ધર્મની તમામ પૂજા પ્રવૃત્તિઓમાં શામેલ હોય છે. કારણ કે તે ખૂબ જ શુભ ફળ માનવામાં આવે છે. મંદિરો અથવા ઘરોમાં પૂજા કરતી વખતે લોકો તેને દેવ-દેવીઓને અર્પણ કરે છે. ખાસ કરીને લક્ષ્મી પૂજામાં નાળિયેરનું વિશેષ મહત્વ છે.
આવી સ્થિતિમાં ઘણી વાર એવું પણ બને છે કે પૂજા સમયે આપેલા શ્રીફળ ખરાબ નીકળે છે. જેને કેટલાક લોકો અશુભ માને છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તેનાથી વિપરીત પૂજાના બગડેલા નાળિયેર એક ખૂબ જ શુભ સંકેત આપે છે. હા જો તમારી પૂજાના શ્રીફળ બગડેલા નીકળે છે. તો સમજી લો કે આ ભગવાન દ્વારા આપવામાં આવેલું એક મોટું ચિહ્ન છે અને આજે અમે તમને આ વિશે જણાવીશું. તો ચાલો જાણીએ કે આખરે પૂજાના બગડેલા શ્રીફળ શું સૂચવે છે.
ખરેખર એવું માનવામાં આવે છે કે જો પૂજાના શ્રીફળ વધેરતા તો તે અંદરથી સુકાઈ ગયેલું કે બગડેલું નીકળે તો તેનો અર્થ એ કે તમારી ઉપાસના સફળ થઈ છે અને તમે જે ઇચ્છાની પૂજા કરી છે તે ઈશ્વરે સ્વીકારી લીધી છે. આ સમયે તમે જે કંઇક ઈચ્છો છો, તે તમને તે બાબતોને પણ ફળ મળે છે.
આવી સ્થિતિમાં, જો પૂજાનું શ્રીફળ બગડેલું નીકળે છે, તો તે વિશે ચિંતા ન કરો. પરંતુ તેને ભગવાન દ્વારા આપવામાં આવેલ એક શુભ સંકેત સમજો અને તેમનો આભાર માનવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.