આસિયાન દેશો અને અન્ય છ પ્રમુખ દેશોની ક્ષેત્રીય વ્યાપક આિાૃર્થક ભાગીદારી(રિજિયોનલ કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ) હેઠળ ડેરી ઉત્પાદનોને સામેલ કરવાના મુદ્દે કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલયે પણ વિરોાૃધ નોંધાવ્યો છે. પશુપાલન અને ડેરી મંત્રાલયે ખેડૂતોના હિત પ્રત્યે ચેતવણી આપી છે. આનાથી ૬.૫ કરોડ પશુપાલક ખેડૂતોને અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પશુપાલન અને ડેરી મંત્રાલયના એક અિાૃધકારીએ જણાવ્યું છે કે આરસીઇપીમાં ડેરી ઉત્પાદનોને સામેલ કરવાના પ્રસ્તાવ પર વિભિન્ન ડેરી સંગઠનોએ વિરોાૃધ નોંધાવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમૂલ સહિત અન્ય ડેરી ઉત્પાદકાના સંગઠનોએ પણ ડેરી ઉત્પાદનોને અઆરસીઇપીના દાયરામાંથી બાકાત રાખવાની માગ કરી છે. હવે આ અંગે વાણિજય મંત્રાલય અંતિમ નિર્ણય લેશે. આ અગાઉ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રાૃધાન નરેન્દ્ર સિંહ તોમરે ન્યૂઝ એજન્સી આઇએએનએસને જણાવ્યું હતું કે આરસીઇપી મુદ્દે તેમણે પોતાના વિચાર વાણિજય મંત્રાલયને જણાવી દીધા છે. તોંમરે જણાવ્યું હતું કે અમારા માટે ખેડૂતોના હિત સર્વોપરી છે અને અમે આરસીઇપીના મુદ્દે અમારી ચિંતા વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયને જણાવી દીાૃધી છે. તેમણે જણાવ્યું હતું કે અમારા પ્રયત્નો રહેશે કે અન્ય દેશોના ઉત્પાદનોથી આપણા દેશના ઉત્પાદનોને નુકસાન ન થાય.
આ સમજૂતીમાં કયા કયા દેશ સામેલ થશે?
ભારત ઉપરાંત આસિયાનના ૧૦ સભ્ય દેશોની સાથે સાથે જાપાન, દક્ષિણ કોરિયા, ચીન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેલ છે.
આશંકા શું છે?.
ડેરી ઉત્પાદકોને આશંકા છે કે ડેરી ઉત્પાદનોને આરસીઇપીમાં સામેલ કરવાાૃથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી આયાત ડયુટી મુક્ત દૂધનો પાઉડર અને અન્ય ડેરી ઉત્પાદનો ભારત આવશે જે ખૂબ જ સસ્તા હશે. જેનાાૃથી દેશના ડેરી ઉત્પાદકો અને ખેડૂતોને નુકસાન થશે.
સ્વદેશી જાગરણ મંચે પણ વિરોધ કર્યો
સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સહ સંયોજક અશ્વિની મહાજને કેટલાક દિવસો પહેલા જણાવ્યું હતું કે હાલમાં દૂધ ઉત્પાદક ખેડૂતોને એક લિટર દૂધના સરેરાશ ૨૮-૩૦ રૃપિયા મળી રહ્યાં છે પણ જો ન્યૂઝીલેન્ડથી સસ્તા દૂધનો પાઉડર તથા અન્ય ઉત્પાદન આવવાથી તેમને દૂધ પર આ ભાવ મળી શકશે નહીં. મહાજને જણાવ્યું હતું કે આ દેશના કરોડો ખેડૂતોનો પ્રશ્ર હોવાાૃથી સરકારે આ અંગે ગંભીરતાથી વિચારવું જોઇએ. બીજી તરફ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અધ્યક્ષ દિલીપ રાથે જણાવ્યું છે કે ડેરી ઉત્પાદનોને આરસીઇપીમાં સામેલ કરવાાૃથી દૂાૃધનું ઉત્પાદન કરનારા દેશના ૬.૫ કરોડ ખેડૂતોને નુકસાન જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.