હાલ સમગ્ર વિશ્વ કોરોના સામે એજુથ થઇ લડી રહ્યું છે. ગુજરાતમાં પણ કોરોનાથી લડવા અવારનવાર પગલાઓ લેવાતા હોય છે, પણ અહિયાં સરકારના એક નિર્ણયને કારણે ઘણા લોકોના જીવ દાવ પર લાગી શકે છે. અને ઘણા લોકોના મોત બીમારીથી થઇ શકે છે.
ખાનગી હોસ્પિટલોમાં પણ 50 ટકા બેડ કોરોનાના દર્દીઓ માટે બુક રાખવા અંગેના દિશા-નિર્દેશ અને માર્ગદર્શિકા ગુજરાત રાજ્ય સરકાર તૈયાર કરી રહી છે. કોરોના સિવાયના પણ ગંભીર રોગોથી પીડિતા અને મૃત્યુ પામતા ઘણાં લોકો રાજ્યમાં છે. જો તમામ હોસ્પિટલો કોરોનામય જ થઇ જશે તો અન્ય રોગોના નિદાન-સારવાર માટે લોકો ક્યાં જશે, અને લોકોનું નિદાન કેવી રીતે થશે. સમગ્ર ગુજરાત રાજ્યની સાચી વાસ્તવિકતા જાણ્યા વગર ગાંધીનગરથી લેવાતા અવ્યવહારૂ નિર્ણય ગુજરાત રાજ્યની સ્વાસ્થય સુવિધા પર વિપરિત અસર કરી શકે છે.
ગુજરાત રાજ્ય સરકારના જ આંકડાઓ અનુસાર વર્ષ 2019માં સ્વાઇન ફ્લુના 4,842થી વધારે કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વર્ષ 2015થી 2019 સુધીમાં સ્વાઇન ફ્લુના કારણે 1,215 લોકોના મોત થયા છે. વર્ષ 2015 થી 2019 સુધીમાં ડેન્ગ્યુના 14,835 કે નોંધાયા છે અને મલેરિયાના કારણે 6954 લોકોના મોત થયા છે. ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108ના આંકડાઓ પ્રમાણે તેમને દર ત્રણ કલાકે હાર્ટ એટેકના બનાવનો એક કોલ આવે છે. કેન્સરમાં પણ ગુજરાતની પરિસ્થિતિ વિકટ છે. વર્ષ 2016 થી 2018ના ડેટા પ્રમાણે રોજ સરેરાશ 107 વ્યકિતના મોત કેન્સરના કારણે થાય છે.
આ તમામ માહિતીના આધારે કહી શકાય કે કોરોના સિવાયના ગંભીર રોગથી પીડાતા અને મૃત્યુ પામાતા સંખ્યાબંધ લોકો ગુજરાતમાં મોટી સંખ્યામાં છે. જો તેમને હાંસિયામાં ધકેલી સરકાર, સ્વાસ્થય વિભાગ અને અધિકારીઓ કોરોના પર જ ધ્યાન આપશે તો વિવિધ બીમારીથી પીડાતા તમામ દર્દીઓને અગવડતા ભોગવવી પડશે. ખાનગી હોસ્પિટલોમાં પણ 50 ટકા બેડ કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ કરાશે તો અન્ય દર્દીઓ કપરી પરિસ્થિતિમાં મૂકાશે. આ ખાનગી હોસ્પિટલોમાં કેન્સર, હૃદય, કિડની, લીવર, ડાયાબિટીસ તેમજ શ્વસનતંત્રના ગંભીર રોગોથી પીડિતા દર્દીઓ પણ સારવાર લેતા હોય છે અને આ દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ સાવ ઓછી હોય છે.
આ દર્દીઓ સારવાર લઇ રહ્યા હોય તે જ સંકુલમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે તો તે દર્દીઓ પર ઉભા થનારા જોખમ માટે જવાબદાર કોણ રહેશે. જમીની વાસ્તવિકતા જાણ્યા વગર ગાંધીનગરથી થતાં કેટલાંક અવ્યવહારૂ નિર્ણયો રાજ્યના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિપરિત અસરો ન કરવા જોઇએ. કોરોના હોસ્પિટલમાં તબદીલ કરાયેલી સરકારી હોસ્પિટલો અને તેમાં પણ અમદાવાદની અસારવા સિવિલની કોવિડ હોસ્પિટલમાં થતી બેદરકારી રોજ પ્રકાશમાં આવતી રહે છે. જેથી સરકાર આ હોસ્પિટલોને તમામ રીતે સુસજ્જ અને સક્ષમ કરે તે પ્રાથમિકતા હોવી જોઇએ.
સરકાર અને મ્યુનિસિપાલિટી તંત્ર પાસે એપેડેમિક ડિસિઝના 1897ના કાયદાની રૂએ ખાનગી હૉસ્પિટલોને દર્દીઓ રાખવાનું કહી શકે, પરંતુ કાયદાની રૂએ મળતી સત્તાનો દુરુપયોગ કરી જબરજસ્તીથી ખાનગી હૉસ્પિટલોમાં 50 ટકા કોરોનાના દર્દીઓને રાખવાની જોહુકમી કરવી તે યોગ્ય નિર્ણય નથી અને આવા અવ્યવહારૂ નિર્ણયો ચલાવી જ ન લેવાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news