શરીરના સાંધામાં દુઃખાવો થતો હોય તો આ વસ્તુઓ ખાવાનું કરો શરૂ, કયારેય નહીં પડે તકલીફ

આજ સુધી કેલ્શિયમના સ્ત્રોત તરીકે ડેરી પ્રોડક્ટ નું નામ જ સાંભળ્યું હશે પરંતુ કેટલાક લોકો દૂધ અને ડેરી પ્રોડક્ટ નું સેવન કરતા નથી જે કેલ્શિયમના…

આજ સુધી કેલ્શિયમના સ્ત્રોત તરીકે ડેરી પ્રોડક્ટ નું નામ જ સાંભળ્યું હશે પરંતુ કેટલાક લોકો દૂધ અને ડેરી પ્રોડક્ટ નું સેવન કરતા નથી જે કેલ્શિયમના પ્રાથમિક સ્ત્રોત હોય છે. ડેરી પ્રોડક્ટ્સ ઉપરાંત કેલ્શિયમના ઘણા બધા શ્રેષ્ઠ વિકલ્પ પણ છે. કેલ્શિયમ સ્વસ્થ હાડકા અને દાંત માટે મહત્વપૂર્ણ છે. કેલ્શિયમની ઉણપથી સાંધાના દુખાવા અને હાડકા નબળા પડી શકે છે.

કેલ્શિયમના સ્થિર સ્તરને જાળવી રાખવા માટે કેલ્શિયમ ને મોટા ભાગે લોહી મારફતે શરીરમાં લઈ જવામાં આવે છે અને એટલા માટે હાડકાને નબળા થતા બચાવવા માટે કેલ્શિયમ નો રેગ્યુલર ખોરાક જરૂરી હોય છે.

સોયાબીન
સો ગ્રામ સોયાબીન ડાયેટ કેલ્શિયમ નું 27% દૈનિક મૂલ્ય આપે છે. સોયાબીન નો લોટ,ટોફુ, સોયાબીનનું તેલ અથવા સોયાબીન દૂધ જેવા સોયા ના અલગ અલગ ઉત્પાદન ઉપલબ્ધ છે. સોયા દૂધ વિશેષ રીતે ચા,કોફી અથવા સ્મુધી માટે ડેરી પ્રોડક્ટ દૂધ નો એક ઉપયોગી વિકલ્પ બની શકે છે.

બ્રોકલી
સો ગ્રામ બ્રોકલી માં લગભગ 50 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.2 કપ બ્રોકલીમાં એક ગ્લાસ દૂધના સમાન કેલ્શિયમ હોય છે પરંતુ એક શ્રેષ્ઠ શોષણ દરની સાથે એટલે કે દૂધ માંથી મળતા કેલ્શિયમની સરખામણી માં બ્રોકલીમાંથી મળતું કેલ્શિયમ વધુ સરળતાથી શરીરમાં શોષી શકાય છે.

તલ
સો ગ્રામ તલના બીજમાં કેલ્શિયમ નું દૈનિક મૂલ્ય લગભગ 97 ટકા હોય છે, ખાસ કરીને કાચા તલ કોઈ પણ વાનગીમાં હળવા ક્રનચ માટે ઉપયોગી છે. આ નાનકડા બ્રિજમાં મેગ્નેશિયમ, આર્યન, ફોસ્ફરસ અને સેલેનિયમ પણ હોય છે. તલના બીજ માં પ્રોટીન પણ હોય છે. તલ બીજનું સેવન કરવાની સૌથી શ્રેષ્ઠ રીત એ છે કે તમે તમારી શાકભાજી, સૂપ અથવા સલાડ ઉપર સુકા અથવા શેકેલા તેલ ભભરાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *