આજે મેડીકલ જગતમાં જેટલી ટેકનોલોજી આવી છે તેટલી જ સારવાર મોંઘી થઇ છે. આજે પણ સેકંડો માસુમો મોંઘી સારવાર ન મળતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે સોશિયલ મીડિયા દ્વારા મદદ માંગી રૂપિયા ભેગા કરી સારવાર કરાવી રહ્યા છે. ત્યારે વધુ એક દીકરી ગંભીર બીમારીથી પીડાઈ રહી છે અને જીવન અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહી છે, ડોકટરે કહ્યું છે કે, જો જલ્દી સારવાર નહિ મળે તો આ માસુમ બાળકી એક વર્ષમાં મૃત્યુ પામશે.
સારવારનો ખર્ચ એટલો છે કે, આ સામાન્ય પરિવાર દીકરીની સારવાર ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. આખેઆખો પરિવાર પોતાનું ઘર અને તમામ સંપતિ વેચી નાખશે છતાં દીકરીની સારવારના રૂપિયા ભેગા નહિ કરી શકે. ત્યારે દીકરીના પિતાએ સોશિયલ મીડિયા દ્વારા દીકરીની જિંદગી માટે લોકો પાસે અપીલ કરી છે અને મદદ માંગી છે. તમારી નાની એવી મદદ આ દીકરીને નવું જીવન આપી શકે છે.
અઢી વર્ષની બાળકી એક દુર્લભ બીમારી SMA-2 (Spinal Muscular Atrophy Type-2) થી પીડાઈ રહી છે. તેની સારવાર માટે ઓછામાં ઓછા 5 કરોડ રૂપિયાની જરૂર છે. એક મહિના માટે આપવામાં આવતી એક શીશીની કિંમત જ 6 લાખ રૂપિયા છે. અને આ સારવાર લાંબા સમય સુધી ચાલી શકે છે.
આ માસૂમ બાળકીની સારવાર પાછળ દર વર્ષે લગભગ 36 લાખ રૂપિયાનો ખર્ચ થશે. બાળકીના સ્નાયુઓ એટલા નબળા થઈ ગયા છે કે તે હલનચલન પણ કરી શકતી નથી. ડૉક્ટરોનું કહેવું છે કે જો આ બાળકીને જલ્દી સારવાર નહીં મળે તો તે વધુમાં વધુ એક વર્ષ સુધી જીવિત રહી શકશે.
અઢી વર્ષની બાળકીના માતા-પિતા દરેક જગ્યાએ મદદ માટે વિનંતી કરી રહ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર એક પેજ પણ બનાવ્યું છે. તેના દ્વારા 1 લાખ રૂપિયાની મદદ મળી છે. (મદદ માટે તમે આ નંબરો- 8989601794, 7000359994 પર બાળકીના પિતાનો સંપર્ક કરી શકો છો)
પિતાએ જણાવ્યું કે, દીકરી 6 મહિનાની હતી પરંતુ તે સામાન્ય બાળકની જેમ વર્તન કરતી ન હતી. અમે તેને હોસ્પિટલમાં લઈ ગયા અને ડોક્ટરને બતાવી. તેણે 6 મહિના સુધી સારવાર કરી. જ્યારે કઈ ફરક ન પડ્યો ત્યારે ડૉક્ટરે કહ્યું- મોટા શહેરમાં જઈને એકવાર ડૉક્ટરને બતાવો. આ પછી અમે બાળકીને લઈને શહેરની મોટી હોસ્પિટલ લઇને પહોંચ્યા. અહીં ડોક્ટરે બે ટેસ્ટ કર્યા. અહીં ખબર પડી કે દીકરી SMA-2 બીમારીથી પીડિત છે. તેણે AIIMS જવાની સલાહ આપી અને કહ્યું- 16 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન લાગશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.