કોરોનાની રસી શોધાશે ત્યારે સૌથી પહેલા કોને મળશે: આવી હશે ભારત સરકારની રણનીતિ

કોરોના વાયરસ સામે જંગ લડી રહેલી દુનિયા તેની સારવાર મેળવવાના પ્રયત્ન કરી રહી છે. કોરોનાની વેક્સિન શોધવા માટે રિસર્ચ પર અબજો ડોલર ખર્ચ કરવામાં આવી રહ્યા છે. જેથી લાખો જીંદગી બચાવી શકાય. જે રીતે કોવીડ-19એ લાશોના ઢગલા કર્યાં છે તેને જોઇ મહસત્ત્તાઓ પણ થરથર કાંપવા લાગ્યાં છે. બસ ગમે તેમ કોરોનાની વેક્સીન મળી જાય, કિંમત ગમે તેટલી હોય. દરેક દેશ પ્રયાસ કરે છે કે વેક્સીન બનતાની સાથે સૌથી પહેલા તેમને મળે. પરંતુ તે એટલું સરળ નથી.

વાયરસની રસી શોધવા માટે ટ્રીલિયન ડોલરની ચૂકવણી થઇ ચુકી છે. વૈજ્ઞાનિક જલ્દીથી રસી તૈયાર કરવામાં જોતરાયા છે. એક અનુમાન અનુસાર એક વર્ષની અંદર વૈજ્ઞાનિક રસી શોધી લેશે. જે દેશ સૌથી પહેલા રસી શોધી લેશે તે દેશ વિશ્વમાં શક્તિશાળી બની જશે. વિકસીત દેશોએ કેટલીય રિસર્ચ કંપનીઓ સાથે એક્સક્લૂસિવ ડીલ કરી છે. જેથી કરી રસી શોધાય બાદ તેમને સૌથી પહેલા મળે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ જેવા દેશો રસી માટે પાણીની જેમ પૈસા વાપરી રહ્યાં છે.

જે દેશ સૌથી પહેલા રસી બનાવી લેશે તેનો સૌથી પહેલો પ્રયાસ એ રહેશે કે આ મહામારીનો સામનો કરવા માટે રસીનો એક રિઝર્વ સ્ટોક રાખવામાં આવે. એટલે કે રસીના નિકાસ પર પ્રતિબંધ રહેશે. બીજુ કે રસી બની ગયા પછી પણ બીજા દેશ સુધી પહોંચવામાં વર્ષો લાગી શકે છે. કોરોનાની રસીનો મુદ્દો ઇકોનોમિક્સ, પૉલિટિક્સ અને હેલ્થની વચ્ચે ફસાયેલો છે. ગરીબ દેશ સુધી રસી પહોંચવામાં સમય લાગી શકે છે, કારણકે રસીની શોધ કરનાર દેશ તેમની મદદ ત્યારે જ કરશે જ્યારે પોતાના નાગરિકો સુરક્ષિત થઈ જશે.

ભારત સરકાર શક્ય બને તેટલી ઝડપે પોતાના નાગરિકોને રસી પહોંચાડવા માગે છે. દેશમાં એક સાથે 14 રસીનું પરીક્ષણ ચાલી રહ્યું છે. જેમાંથી 4 એડવાન્સ સ્ટેજમાં જવા માટે તૈયાર છે. સરકારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને અન્ય ગ્લોબલ હેલ્થ ઇન્સ્ટીટ્યૂટ સાથે સતત સંપર્કમાં, જેથી રસી શોધાયાની સાથે જ મેળવી શકાય. ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેક્નોલોજીની સચિવ રેણુ સ્વરૂપનાં પ્રમાણે સરકાર કોઇપણ કારગર વેક્સિનને દરેક મોરચે જલદીથી જલદી પરવાનગી આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *