કોરોનાવાયરસ વિરુદ્ધ જંગ ને લઈને ભારતમાં હવે 17મી સુધી lockdown ચાલુ રહેશે. જોકે આ દરમિયાન ઘણા પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે. પરંતુ આપવામાં આવેલી છૂટછાટ બે આધાર પર નક્કી થશે કે તમારો વિસ્તાર કે જિલ્લો કયા ઝોનમાં આવે છે. સરકારે દેશના તમામ જીલ્લા ને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વહેંચી લીધા છે. ઝોનના હિસાબે નક્કી કરવામાં આવશે કે ક્યાંક એટલી છૂટ આપવાની છે.બધુ મેળવીને જોઈએ તો આ વખતનું lockdown પહેલા વખતના lockdown જેટલું કડક નહી હોય. ગ્રીન અને રેડ ઝોનમાં આવનારા જિલ્લાઓમાં આ વખતે ઘણી બધી છૂટછાટ આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે રેડ ઝોનમાં એ જીલ્લા છે જ્યાં 15થી વધારે કોરોના કેસ છે. તેમજ ઓરેન્જ ઝોનમાં એવા જિલ્લાઓ સામેલ છે જ્યાં 15 થી ઓછા કેસ છે.
ચાર મેથી 17મી સુધી શું બંધ રહેશે તમામ ઝોનમાં
હવાઈ, મેટ્રો અને રેલ સેવાઓ, સ્કૂલ કોલેજ, કોચિંગ સેન્ટર, હોટેલ, બાર અને રેસ્ટોરન્ટ, મોલ, સિનેમા હોલ, મંદિર મસ્જિદ, ચર્ચ સહિત તમામ પૂજાસ્થળ, ધાર્મિક રાજનીતિ ગતિવિધિ અને ખેલકૂદ, સવારે ૭ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી વગર કોઈ જરૂરી કામથી બહાર નિકળવા પર પ્રતિબંધ.
દસ વર્ષથી નાના બાળકો,૬૫ વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને બહાર જવા પર રોક લાગેલી રહેશે.
ગ્રીન ઝોનમાં આવનાર જિલ્લામાં શું મળશે છુટ
ઉપર આપવામાં આવેલ પ્રતિબંધો ઉપરાંત કોઈ અન્ય પ્રતિબંધ લાગુ નહીં થાય. કોઈપણ પ્રકારની આર્થિક ગતિવિધિઓ પર પૂરી છૂટછાટ રહેશે.એક ગ્રીન ઝોન થી બીજા ગ્રીન ઝોનમાં બસો આવ-જા કરી શકે છે. પરંતુ બસમાં ૫૦ ટકાથી વધારે મુસાફરો સવાર ન હોવા જોઈએ. તમામ પ્રકારની દુકાનો ખુલ્લી રહેશે. એમેઝોન અને flipkart જેવી કંપનીઓ online delivery કરી શકે છે.
રેડ ઝોનમાં આવનાર જિલ્લાઓ ના નિયમો
રીક્ષા,ઓલા,ઉબર જેવી ટેકસી ફેરવવાની પરવાનગી નથી. તમામ પ્રકારના સલુન, બ્યુટી પાર્લર અને સ્પા બંધ રહેશે. જરૂરી કામ માટે પ્રાઈવેટ વાહનોથી આવવા જવાની અનુમતિ હશે. કારમાં ડ્રાઇવર ઉપરાંત બે લોકો જ બેસી શકશે. દ્વિચક્રી વાહનો માં એક વ્યક્તિ બેસી શકશે એટલે કે તેની પાછળ બેસાડવામાં નહીં આવે. જરૂરી સામાન, it હાર્ડવેરની દુકાનનોને ખોલવામાં છૂટછાટ છે. ઔદ્યોગિક ગતિવિધિઓમાં ઉત્પાદન કરનાર યુનિટોને છૂટછાટ.
મજુર આધારિત ઉદ્યોગ અને પેકેજિંગ ઉધોગમાં સોશિયલ distance નું પાલન કરતા છૂટછાટ આપવામાં આવી છે. મીડિયા, પ્રાઇવેટ સુરક્ષાકર્મીઓ, કોલ સેન્ટર અને આઈટી સેવાઓ ને છૂટછાટ
શહેરી વિસ્તારમાં મજૂરોને રાખનારી સાઇટ પર construction નું કામ કરવાની પરવાનગી.
શહેરી વિસ્તારમાં કોલોની તેમજ રહેવાસી જગ્યા ઉપર એકલ દુકાન ખોલવાની પરવાનગી.
૩૩ ટકા સ્ટાફ સાથે પ્રાઇવેટ ઓફિસો ખોલી શકાશે. ઉપ સચિવ સ્તરથી ઉપરના અધિકારીઓની ઓફિસો ખુલશે. અન્ય સ્ટાફ માં કેવળ ૩૩ ટકા લોકો જ આવી શકશે.
ઓરેન્જ ઝોનમાં આવનાર જિલ્લાઓ ના નિયમો
ઓલા અને ઉબર જેવી ટેક્સી સેવાઓમાં એક જ સવારી બેસાડવાની પરવાનગી. દ્વિ ચક્રીય વાહનોમાં પાછળ સવારી બેસાડવાની પરવાનગી. કેટલીક સેવાઓ માટે જિલ્લાથી બીજા જિલ્લામાં આવવા જવાની પરવાનગી.
બસોની આવ-જા પર રોક ચાલુ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news