સોશિયલ મીડિયાના માધ્યમને આધારે આપણે સૌ ઘણી જાહેરાતો જોતા હશું. જે જાહેરાતમાં કોઈ મકાન, કોઈ પાર્ટી પ્લોટ, પાર્કિંગની જગ્યા, હોલ વગેરે જ્ગ્યાયો વેચવા માટે કાઢતા હશે. પણ તમે આવી જાહેરાત વિશે તો પહેલા ક્યારેય નહિ સાંભળ્યું હોય. આ જાહેરાત એવી છે કે જેમાં તમને મકાન સાથે પત્ની પણ ફ્રી મળશે.
મકાન વેચવાની ઘણી જાહેરાતો આપણે સૌ પેપરમાં વાચતા હશું. ત્યારે બધાની વચ્ચે ઇન્ડોનેશિયાની એક મહિલા જેમનું નામ છે વિના લિયા. જે 40 વર્ષની છે અને તે બ્યુટી સલુન ચલાવે છે. જેને એક ઓફર કરીને પોતાનું મકાન એક વિડીઓની જાહેરાત મારફતે વેચવા કાઢ્યું છે. આ જોતા તો કહી શકાય કે ઝડપથી જ વેચાઈ જશે.
આ જાહેરાતમાં લખ્યું છે કે, જો તમે આ ઘર ખરીદો છો તો તે મહિલા સાથે તેમણે લગ્ન કરવા પડશે. આ જાહેરાતની સાથે માલિક વિના લીયાનો પણ ફોટો મુકવામાં આવ્યો છે. વિના લીયાના પત્નીનું મૃત્યુ થઇ ચુક્યું છે.
જાહેરાતમાં લખ્યું છે કે આ ઓફરમાં કેટલીક શરતો અનુસરવી પડે છે. સાથે લખવામાં આવ્યું છે કે, આ ઓફર ફક્ત જે લોકોને ખરેખર મકાન ખરીદવું હોય તો તેમના માટે જ છે. તેમજ આ ઓફરમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં નહી આવે. આ ઘર આશરે ૭૫૦૦૦ ડોલર એટલે કે આશરે 55 લાખ રૂપિયામા વેચવા માટે બહાર પાડ્યો છે.
સોશિયલ મીડિયાના માધ્યમને કારણે આ જાહેરાત ફક્ત ઇન્ડોનેશિયામાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આ જાહેરાત વાચ્યા બાદ પોલીસને આ જાહેરાત અયોગ્ય લાગતા તેમની તપાસ કરવા માટે સ્થળ પર આવી પહોચી હતી. માલિક વિના લિયા એ જણાવતા કહ્યું હતું કે, આ જાહેરાત આપવાનો વિચાર તેમનો ખુદનો ન હતો.
વિના લિયાએ જણાવતા કહ્યું હતું કે તેમનું મકાન વેચવા માટે તેમના એક મિત્ર પ્રોપર્ટી એજન્ટે જણાવ્યું હતું કે, મકાનના ખરીદદાર અને પોતાનો પતિ શોધવા માટે મદદ કરે છે. તેમને એમ લાગતું હતું કે તેમના મિત્ર આ આ વાત અમુક લોકો સુધી જ પહોચશે પરંતુ તેમને ક્યારેય આવી આશા રાખી ન હતી કે આ જાહેરાત મિત્ર સોશિયલ મીડિયામાં આપશે.
વિના લિયા એ જણાવતા કહ્યું છે કે, મેં મારા મિત્રને જાણ કરી છે કે તે પ્રોપર્ટી એજન્ટ તરીકે પણ કામ કરે છે કે જો ત્યાં કોઈ ખરીદનાર હોય અને જે ઘર ખરીદવા માંગતો હોય તો તે એજન્ટને જણાવી શકે છે કે હું પણ એક પતિની શોધમાં છુ અને વિધવા છુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.