‘મારી સાથે વાત નહીં કરે તો મરી જઇશ’, કહીને યુવતીને મરજી પડે ત્યાં પીંખી, ચુંબન કરી વીડિયો ઉતાર્યો

હિંદુ કિશોરી અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરીને બ્લેક મેઈલ કરવાના લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં મકરપુરા રોડ ઓ.એન.જી.સી. સંકુલમાં આવેલી સ્કુલ વર્ધીવાનના મુસ્લિમ ડ્રાઈવરે તરસાલીની એક તરુણીને ધમકીઓથી તાબે કરીને લાલબાગમાં કિસ કરતો લાઈવ વિડિયો ઉતારીને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

બીજી તસ્વીરો પ્રતીકાત્મક છે.

તરુણીની માતાએ નોંધાવેલી ફરીયાદના આધારે મકરપુરા પોલીસે સ્કુલવર્ધી વાન ચાલક મોઈન ચૌહાણ સામે કાયદાની વિવિધ કલમો મુજબ એફ.આઈ.આર. નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.તરસાલી વિસ્તારમાં રહેતી માતાએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતુ કે, તેમની સગીર પુત્રી ધો.12 સુધી ભણેલી છે અને હાલમાં સિવણ ક્લાસમાં જાય છે. મોઈન ચૌહાણ અવારનવાર સગીરાને બળજબરીથી બાઈક ઉપર બેસાડીને કમાટીબાગ લઈ ગયો હતો. કિશોરીના કુટુંબના સભ્યોએ બંન્ને જણાંને કમાટીબાગના છેલ્લા ગેટ પાસેથી ઝડપી પાડયા હતા.

કિશોરીને ઘરે લાવીને પૂછતાં તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી અને જણાવ્યું હતુ કે, હું સિવણ કલાસમાં જતી હતી ત્યારે મોઈન ચૌહાણ સ્કુલ વર્ધીવાળી મારુતિ વાન લઈને મારો પીછો કરતો હતો અને હોર્ન વગાડયા કરતો હતો. તુ મારી સાથે વાત નહિં કરે તો હું દવા પીને મરી જઈશ અને ચિઠ્ઠીમાં તારુ નામ લખીશ, મોઈનની ધમકીથી કિશોરી ભયભીત થઈ હતી.

થોડાક સમય પહેલા મોઈન કિશોરીને લાલબાગ લઈ ગયો હતો, જયાં કિસ કરતી વખતે મોબાઈલ ફોનથી લાઈવ શુટિંગ કર્યું હતુ. ત્યાર પછી માંજલપુર તુલસીધામ પાસેની અવાવરુ જગ્યામાં લઈ જઈને કાળા કાચવાળી મારુતિ વાનમાં દુષ્કર્મ આચર્યું હતુ.આ સિલસિલો અનેક વખત ચાલું રહ્યો હતો. મોઈન અજીત ચૌહાણ (રહે, ચોરાવાળુ ફળિયું, તરસાલી ગામ) સામે મકરપુરા પોલીસે દુષ્કર્મ, પોકસો અને એટ્રોસિટી એકટ મુજબ એફ.આઈ.આર. નોંધીને તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના પ્રેમ પ્રકરણોના કિસ્સા વધુ બહાર આવી રહ્યા છે.

ચુંબન કરી વીડિયો પણ ઉતાર્યો હતો.

ઓએનજીસી સ્કૂલમાં વાન ચલાવતો મોઇન ચૌહાણ વિદ્યાર્થિની ટ્યુશન ક્લાસમાં જતી ત્યારે એફઝેડ બાઇક લઇ આવતો અને તેનો જબરજસ્તીથી હાથ પકડી બાઇક પર બેસાડી લઇ જતો હતો. વિદ્યાર્થિનીને લાલબાગમાં લઇ જઇ તેને જાહેરમાં ચુંબન કરી સેલ્ફી વીડિયો પણ ઉતારી લેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *