ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) ને લઈને દરેક પાર્ટીઓ પ્રચાર કરવા માટે મેદાનમાં આવી ગઈ છે, ત્યારે પાર્ટીમાં એક બીજાથી મનદુઃખ થવું એ નવી વાત નથી. બનાસકાંઠા જિલ્લાના થરાદ (Tharad, Banaskantha) ખાતે કાંગ્રેસ પાર્ટીના બે ભાગ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
થરાદ તાલુકામાં બે સમાજનું સૌથી વધુ પ્રભુત્વ રહ્યું છે, એક ઠાકોર સમાજ અને બીજું ચૌધરી સમાજ. જયારે ઠાકોર સમાજ કાંગ્રેસ ધારાસભ્યના વિરોધમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જયારે થરાદ ખાતે કૉંગ્રેસના આગેવાન પ્રધાનજી ઠાકોર હાલના ધારાસભ્યથી નારાજ હોય કૉંગ્રેસ પાર્ટીને ચેતવણી આપતો વીડિયો વાયરલ કર્યો છે. વીડિયોમાં જણાવ્યું છે કે, ” ૨૦૨૧ની યુથ કોંગ્રેસની ચૂંટણીમાં MLA ગુલાબસિંહે જ મને હરાવ્યો છે, જો પાર્ટી એમને ટિકિટ આપશે તો પરિણામ સારું નહિ આવે”. જયારે ઠાકોર સમાજની બેઠકમાં પણ પ્રધાનજી ઠાકોરે આ જ વાત કરી હતી.
થરાદ ખાતેથી કોંગ્રેસના આગેવાન પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું કે, હું ૧૫ વર્ષથી કૉંગ્રેસ પાર્ટીમાં સક્રિય સભ્ય તરીકે પાર્ટીમાં જુદા જુદા હોદા પર રહ્યો છું. ૨૦૨૧ની ચુંટણીમાં હું યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી. તેથી મારે બહુ જ દુઃખ સાથે કહેવું પડે છે કે, એ વખતની ચાલુ ચૂંટણીમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે નક્કી કર્યું હતું કે કોઈપણ ભોગે પ્રધાનજીને હરાવવા છે.
પ્રધાનજીએ વધુમાં કહ્યું હતું કે, હું થરાદ અને વાવના પાર્ટીના આગેવાનો દ્વારા ધારાસભ્યને કહેવડાવ્યું હતું તો પણ ગુલાબસિંહ એ વાત ન માની અને કહ્યું હતું કે પ્રધાનજીને યુથ તો શું બુથ પ્રમુખ તરીકે પણ નહિ રહેવા દઈએ. આટલું બધું મારા થી વેર રાખી મને હરાવ્યો છે. થરાદ મામલદાર કચેરીમાંથી ૧૦ ડુપ્લીકેટ આઇડેન્ટી કાર્ડ લાવી અલગ અલગ વિસ્તારમાં ખોટા વોટ કરાવી મને હરાવવા માટે ચક્રવ્યું ઘડ્યું અને તેમાં તે સફળ પણ થઈ ગયા.
વધુમાં પ્રધાંજીએ કહ્યું હતું કે, થરાદ ખાતે મારો સમાજ એકઠો થયો હતો અને સમાજના લોકોએ મને આ વાત યાદ અપાવી અને કહ્યું હતું કે ઠાકોર સમાજના આગેવાન સાથે દગો કર્યો છે તો આગામી વિધાનસભાની ચુંટણીમાં ઠાકોર સમાજ શક્તિ પ્રદર્શન કરશે. હું પ્રધાનજી ઠાકોર કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરી ને કહું છું કે , આવા દગો આપનાર ધારાસભ્યને ટિકિટ ના આપે , જો પાર્ટી ટિકિટ આપશે તો હવે ઠાકોર સમાજ સહન નહિ કરે અને એનું પરિણામ કોંગ્રેસ પાર્ટી ભોગવવા તૈયાર રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.