ફટાકડા ફોડવાના આ છે નિયમો, ભૂલ કરી તો બગડશે દિવાળી

ફટાકડાને લીધે બનતા ઈજાના બનાવો તેમજ વિદ્યાર્થીઓ અને દર્દીઓને પડતી મુશ્કેલીની સાથેસાથે જાનમાલને નુકસાન અને ટ્રાફિક અડચણ જેવા પ્રશ્નો નિવારવા માટે પોલીસ કમિશનરે રાત્રિના 10…

ફટાકડાને લીધે બનતા ઈજાના બનાવો તેમજ વિદ્યાર્થીઓ અને દર્દીઓને પડતી મુશ્કેલીની સાથેસાથે જાનમાલને નુકસાન અને ટ્રાફિક અડચણ જેવા પ્રશ્નો નિવારવા માટે પોલીસ કમિશનરે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા અને દારૃખાનું ફોડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

રાતના દસથી સવારના 6 વાગ્યા સુધી નહીં ફોડી શકાય ફટાકડા

પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટે એક જાહેરનામું બહાર પાડી સુરત શહેર પોલીસ કમિશનરની હકૂમત હેઠળના સમગ્ર વિસ્તારમાં રાત્રીના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ફટાકડા, દારૃખાનું ફોડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત, જાહેર રસ્તા, રોડ, ફૂટપાથ ઉપર દારૃખાનું, ફટાકડા ફોડવા, સળગાવવા ઉપર તેમજ આતશબાજી કરવા ઉપરાંત બોમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ફટાકડા સળગાવી ફેંકવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.

આવા ફટાકડા નહીં ફોડી શકાય

જાહેરનામામાં હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા, દારૃખાનું ફોડવા ઉપર તેમજ સુરત એરપોર્ટની ફરતે દિવાલ, ફેન્સીંગ તારની વાડથી 500 મીટરના ધેરાવામાં કોઈપણ વ્યક્તિએ હવાઈ, રોકેટ અથવા આકાશ તરફ ઉડે તેવા દારૃખાના, ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હજીરા અને ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં આવેલા ઔદ્યોગિક એકમોની કંપનીઓના કંપાઉન્ડના ઘેરાવામાં પણ કોઈપણ વ્યક્તિ હવાઇ, રોકેટ અથવા આકાશ તરફ ઉડે તેવા દારૃખાના કે ફટાકડા ફોડી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *