જન્મદિવસ એ વ્યક્તિના જીવનનો અગત્યનો દિવસ હોય છે. લોકો પોતાના જન્મદિવસને અલગ-અલગ રીતે ઉજવે છે. મોટા ભાગના લોકો જન્મદિવસે અમુક લોકો કેક કાપે છે અને ત્યાર બાદ તેમના મિત્રો તેમને ભેગા મળીને માર મારે છે. હમણાં જ એક જન્મદિવસની ઘટના સામે આવી હતી જેમાં એક બાળકને તેના મિત્રોએ ઢોર માર માર્યો અને પરિણામે તે બાળકનું મૃત્યુ થઇ ગયું. આજના સમયમાં જન્મદિવસ ઉજ્જવવા માટે જે કેક કાપવાની પ્રથા છે તે પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ છે. લોકો કેક કાપીને તેને વેડફીનાંખે છે અને ઘણા બધા પૈસા પણ વેડફાય છે. આજે તમને અમે સુરતના એક એવા યુવાનની વાત કરવા જઈ રહ્યા છીએ જેને પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતો ભંડેરી પાર્થ સૂટેક્સ બેન્ક કૉલેજ માં SYBCA નો અભ્યાસ કરે છે. પાર્થે પોતાના જન્મદિવસના દિવસે પર્યાવરણને મદદરૂપ થવા માટે વૃક્ષ વાવવાનું અનોખું કાર્ય કર્યું છે. પાર્થે પોતાના જન્મદિવસે વૃક્ષો વાવ્યા તેમજ તેમના ઉછેરની પણ પુરી કાળજી લેશે તેવું આશ્વાસન આપ્યું છે.
પાર્થે કહ્યું,”આજે શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ વધતું જાય છે. ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા પણ વધી છે તેમજ તેને કારણે કુદરતી હોનારતો પણ વધી છે. ભારતમાં એક સમયે 22 નદીઓ પ્રદુષિત હતી જે આજે 302 નદીઓ પ્રદુષિત છે. વધતા પ્રદુષણ ને અટકાવ દરેક વ્યક્તિએ વૃક્ષો વાવવા જોઈએ. પર્યાવરણને મદદરૂપ થવા મેં પોતાના જન્મદિવસે વૃક્ષો વાવવાનો નિર્ણય કર્યો છે અને હું તેમનું જતન પણ કરીશ.”
પાર્થે જન્મદિવસના દિવસે 5 વૃક્ષ વાવીને જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે અને તમામ જાગૃત નાગરિકોએ એમાંથી પ્રેરણા લેવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.