ગિફ્ટ સિટીમાં કોણ દારૂ પી શકશે અને કોણ નહિ, સરકારે જાહેર કરી 17 નિયમોની ગાઈડલાઈન

Gift City Liquor Permission: ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાની અને પીવાની આપવામાં આવેલી છૂટ પછી સમગ્ર ગુજરાત હરખ ઘેલું બન્યું છે.ક્યાંક દારૂની આપેલી છૂટનો વિરોધ જોવા મળી રહ્યો છે તો અમુક લોકો પોતાના શહેરમાં છૂટ આપવા માટેની સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. ગિફ્ટ સિટી( Gift City Liquor Permission ) માં છૂટ આપ્યા બાદ સોશિઅલ મીડિયામાં પણ જાત જાતની ટિપ્પણી થવા લાગી છે. પરંતુ ગિફ્ટ સિટીમાં કોણ દારૂ પી શકશે,કોણ વહેંચી શકશે તે અંગેની સરકાર દ્વારા નિયમો બહાર પાડવામાં આવી છે.ત્યારે જો તમે પણ તમારા મન એવું વિચારતા હોઈ કે ગાંધીનગર ફરવા જાઈ એ દરમિયાન દારૂની મોઝ માણવી છે તો એ પહેલા જાણી લ્યો નીચે આપેલા નિયમો…

રાજ્યનો ગૃહ વિભાગ નોટિફિકેશન મારફતે એક ચોક્કસ ગાઇડલાઇન બનાવી છે કે જેથી ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકારી કે કર્મચારીને તેમજ કંપનીની મુલાકાતે આવેલા મુલાકાતીને પોલીસ કે કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડે નહીં. આથી આ લોકોને સ્પેશ્યલ કાર્ડ આપવામાં આવશે. ગૃહ વિભાગના ટોચના એક અધિકારીએ કહ્યું હતું કે સરકારે હજી માત્ર જાહેરાત કરી છે પરંતુ તેના નીતિ-નિયમો બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એકાદ સપ્તાહમાં ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે, કે જેથી ગિફ્ટ સિટીની બહારના વિસ્તારમાંથી કોઇ વ્યક્તિ હોટલ, રેસ્ટોરન્ટ કે ક્લબમાં દારૂ પી શકે નહીં.

કંપનીના સંચાલકો કે કંપનીના કોઇ એક્ઝિક્યુટીવ જ નક્કી કરી શકશે કે કોણ મહેમાન છે અને કોણ બહારનો વ્યક્તિ છે. ગિફ્ટ સિટીની મુલાકાત લેતાં તમામ લોકોને આવી કોઇ સુવિધા મળશે નહીં. રાજ્ય સરકારે જ્યારે દારૂબંધીમાં છૂટની જાહેરાત કરી ત્યારે જ નક્કી કર્યું હતું કે મુલાકાતીને અધિકૃત કરવાના રહેશે.ત્યારે આ અંગે ઘણા મનમાં પ્રશ્નો ઊભા થતા હોઈ કે વાસ્તવિકતામાં કોણ દારૂનું સેવન કરી શકશે? તો આ રહ્યા તેના સવાલ અને જવાબ…

એફ.એલ-3 લાયસન્સ શું છે? તે કોને મળી શકે ?
ગીફ્ટ સીટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા (Serving) અંગેનું લાયસન્સ.. ગીફટ સીટી ગાંધીનગર ખાતે આવેલ/આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લાયસન્સ મળી શકશે.

એફ.એલ3 લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શી છે?
જે તે સેટલ/કલબ/રેસ્ટોરન્ટ નિયમો અંતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામક, નશાબંધી સમક્ષ અરજી કર્યેથી જરૂરી ચકાસણી કરી સરકારે નક્કી કરેલ સમિતિ સમક્ષ રજુ કર્યેથી પરવાનો આપવાપાત્ર રહેશે.

શું વીઝીટર પરમીટ, ટુરીસ્ટ પરમીટ ધારકો ગીફ્ટ સીટી ખાતે લીકરનું સેવન કરી શકશે?
ના, ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગીફ્ટ સીટી ખાતે લીકરનુ સેવન કરી શકશે.અન્ય કોઈ બહારના લોકો અહીંયા સેવન કરી શકશે નહિ.

કોને કોને છૂટ આપવામાં આવશે?
આ છૂટછાટ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારીઓ, માલિકોને લિકર ઍક્સેસ પરમિટ આપવામાં આવશે. જેનાથી તેઓ આવી ‘વાઇન ઍન્ડ ડાઇન’ આપતી હોટલ, રેસ્ટોરાં, ક્લબમાં લિકરનું સેવન કરી શકશે એવું જણાવાયું છે.આ ઉપરાંત ગિફ્ટ સિટી ખાતે આવેલી કે ભવિષ્યમાં બનનારી હોટલ્સ, રેસ્ટોરાં, ક્લબ પોતાને ત્યાં વાઇન ઍન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફએલ-3 પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટી સિવાય ગુજરાતના અન્ય વિસ્તારમા ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂની પરમિટ અમુક ખાસ સંજોગોમાં આપવામા આવે છે.

શું આ સમગ્ર પ્રક્રિયા પર નઝર રહેશે?
હા, આ સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ ગિફ્ટ સિટી વિસ્તારમાં આવેલા એફ.એલ.3 પરવાના ધરાવતા એકમોનું નિરીક્ષણ કરશે. જેમાં દારૂની આયાત, સંગ્રહ અને કેટલો દારૂ પીરસાયો તેવી તમામ બાબતોની દેખરેખ રાખશે.

લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર પીરસી શકશે કે કેમ?
ના. લાયસન્સ જે સ્થળે મંજુર કર્યું હોય તે સિવાય અન્ય કોઇ સ્થળે લીકર પીરસી શકશે નહી.અને જો અન્ય જગ્યાએ ગેરકાયદેસર વહેંચવામાં આવશે તો તેના પર ઝરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે?
ભલે ગિફ્ટસિટીમાં દારૂની છૂટ મળી ગઈ હોઈ પરંતુ વિદેશી દારૂ પીને જો વાહન ચલાવશે તો તેના પર ડ્રિન્ક અને ડ્રાયવ સહિતના કેસ થશે અને કાનૂની કાર્યવાહી થશે એટલે ડ્રિન્કસિટીમાં પણ દારૂનું સેવન કરીને વાહન ચલાવવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

દારૂનું સેવન કરવા માટે ઉંમરની મર્યાદા કેટલી હોવી જોઈએ?
૨૧ વર્ષથી ઉપરની વયના વ્યક્તિને લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ આપવામાં આવશે.આનાથી નાની વયના લોકો દારૂનું સેવન કરી શકશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *