શું તમારે પણ લોહીની ખામી છે? જો તમારા શરીરમાં ખામી હશે તો આવા લક્ષણો અનુભવાશે

શરીરમાં લોહીની ખામીને લીધે શરીરનો કલર ફીકો પડી જાય છે. આજ રોજ આપણે એવાં સુપરફૂડ અંગે જાણીએ કે, જેની અસરનાં લીધે શરીરમાં હીમોગ્લોબિનનીનું પ્રમાણ બહુ જ વધશે.

હેમોગ્લોબિનનું પ્રમાણ ઓછું ધરાવતા મોટાથી માંડીને બાળકોને પણ પીડાતા હોય છે. જો શરીરમાં અમુક લોહીની માત્રા ન હોય તો, કેટલીક ગંભીર બીમારીનું જોખમ ચક્કર, અનિદ્રા, થાક, નબળાઇ જેવી મુશ્કેલીઓ વધે છે. આ સિવાય, શરીરમાં લોહીનાં અભાવને કારણે શરીરનો કલર ફીકો પડી જાય છે. ચાલો આપણે જાણીએ કે, આવાં સુપરફૂડ અથવા જેની તુરંત અસર થાય છે તેમજ તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધશે.

બીટનો રસ
એક લીટર જેટલા બીટનો રસ લો તેમજ તેમાં એક ચમચી જેટલુ મધને ભેળવો. આ શરીરમાં આયર્ન આપે છે તેમજ શરીરમાં આયર્નની ઉણપને દૂર કરવા માટે કરે છે. આ સિવાય, ગોળની સાથે શીંગને મિક્સ કરીને ખાવામાં આવે તો પણ શરીરને આયર્ન મળી રહે છે.

આમળાનો રસ
આમળા તેમજ જાંબુનાં રસને ભેળવીને પીવાથી શરીરમાં લોહીની ખામી ઘટે છે. સતત એક સપ્તાહ જેટલા સમય સુધી આ મિશ્રણ ખાવાથી હેમિગ્લોબિનની ખામીમાં ખુબ જ રાહત મળશે.

પાલકનો રસ
પાલક શરીરમાં લોહીની ખામીને દૂર કરવા માટે મદદરૂપ બને છે. પલકમાં વિટામિન A, C, B-6, આયર્ન, કેલ્શિયમ તેમજ ફાયબર ભરપૂર માત્રામાં હોય છે. જે ઝડપથી શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે. તમે પલકને શાકભાજી તેમજ રસ બન્ને તરીકે પીઈ શકો છો.

ટામેટાનો રસ
ટામેટાનો રસ શરીરમાં લોહીની ખામીને દૂર કરવામાં મદદરૂપ બને છે. જેથી રોજ ટમેટાનો રસ પીવો. તમે ઇચ્છો તો તમે ટામેટાનું સૂપ કરીને પણ પીઈ શકો છો. આ સિવાય સફરજન તેમજ ટામેટાંનાં રસને ભેળવીને પીવાથી શરીરમાં હેમિગ્લોબિનની ખામીમાં ઘટાડો કરે છે.

મકાઈનાં દાણા
તમેં હિમોગ્લોબિનની ખામીને દૂર કરવા માટે મકાઈનાં દાણા તળીને ખાઇ શકો છો. મકાઈનાં દાણા દરરોજ ખાવાથી અમુક જ દિવસોમાં લોહીની ખામી દૂર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *