સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ ઉપરાંત નર્મદા જિલ્લામાં વધુ એક જગ્યા છે જે પ્રખ્યાત નથી પરંતુ ખૂબ જ સુંદર છે અને આટલું જ નહી સરદાર સરોવર ડેમ થી માત્ર 27-28 કિલોમીટરના અંતરે આવેલું છે અને આ ધોધ અમદાવાદથી માત્ર 203 કિલોમીટરના અંતરે આવેલો છે. અમે વાત કરી રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી નજીક આવેલો ઝરવાણી ધોધ.
આ જગ્યાએ ચોમાસામાં ચાર ચાંદ લાગી જાય છે. ઝરવાણી તો ખૂબ જ સુંદર અને આકર્ષક જગ્યા તો છે પરંતુ ચોમાસાની સિઝનમાં આ જગ્યાએ કઈક અલગ જ ચિત્ર હોય છે. તેની આસપાસ ગાઢ જંગલો આવેલા છે. જેના કારણે ચોમાસામાં પકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે.આ ધોધ ઘણી ઊંચાઈએ આવેલા હોવાથી પાણીના વહેણ નીચે પડે છે ત્યારે સિંહની જેમ ગર્જના કરી રહ્યા હોય તેવા અવાજ આવે છે.
આટલું ખાસ પ્રખ્યાત ન હોવા છતાં પણ ચોમાસા દરમ્યાન અથવા રજાઓમાં અહીં ભારે ભીડ હોય છે. ચોમાસામાં દૂર દૂરથી લોકો આ ધોધને જોવા આવે છે. અહીં ધોધની નીચે પાણી ફક્ત કમર સુધીનું જ છે. જેના કારણે ડૂબી જવાનો ખતરો નથી અને ચોમાસાની સિઝનમાં અને રજાઓમાં અહીં ખૂબ જ ભીડ હોય છે જેથી અહીં આવવાનો પ્લાન કરતી વખતે જેમ બને તેમ રજાઓમાં ન આવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.