તાજેતરમાં એક વોટરપાર્ક(Waterpark)માંથી ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં ઈન્ડોનેશિયા(Indonesia)ના કેનપાર્ક(Kenpark) વોટરપાર્કમાં થયેલા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અચાનક તૂટેલી સ્લાઈડ(Slide)નો અકસ્માત કેદ થયો હતો. જ્યારે આ સ્લાઈડ તૂટી ત્યારે લોકો વોટર પાર્કમાં મસ્તી કરી રહ્યા હતા અને અચાનક જ 16 લોકો નીચે પડવા લાગ્યા.
મળતી માહિતી મુજબ, આ મામલો 7 મેનો જણાવવામાં આવી રહ્યો છે. આ અજીબોગરીબ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઇ રહ્યો છે. ઈન્ડોનેશિયાના મીડિયા અંતરાના અહેવાલ અનુસાર, આ અકસ્માતમાં લગભગ 16 લોકો ઘાયલ થયા છે. અકસ્માત દરમિયાન તેઓ કેટલાય મીટર ઉપરથી લપસીને નીચે આવી રહ્યા હતા. પરંતુ, પછી સ્લાઇડ વચ્ચેથી તૂટી ગઈ અને બધા અચાનક નીચે પડવા માંડ્યા. આ તમામની હાલત અત્યંત ગંભીર છે અને આ તમામને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
View this post on Instagram
જાણવા મળ્યું છે કે, આ વીડિયોને ફેસબુક પર NOODOU નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આમાં લોકો નીચે પડતા જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અકસ્માતનું કારણ સ્લાઇડની બાજુની તિરાડ છે. ઓવરલોડને કારણે સ્લાઈડ તૂટી ગઈ અને બધા નીચે પડી ગયા હતા. આ સાથે વોટર પાર્કમાં મેન્ટેનન્સનો પ્રશ્ન પણ ઉભો થયો છે. કહેવાય છે કે, અહીં નવ મહિના પહેલા મેઈન્ટેનન્સનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી અહીંની સ્લાઈડ્સ એક વખત પણ રિપેર કરવામાં આવી નથી. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
ડેપ્યુટી મેયર દ્વારા આ કેસનો વીડિયો વાયરલ થતાં જ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે અન્ય વોટર પાર્કમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેથી કરીને આવી ઘટના ફરીવાર ન બને. આ ઉપરાંત, પાર્કના મેનેજમેન્ટને પણ કાળજી લેવા આદેશ આપવામાં આવ્યો હતો. કારણ કે, આવી બેદરકારી મુલાકાતીઓના જીવને જોખમમાં મૂકી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.