IIPHG- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર ની મુખ્ય સંસ્થા PHFI ( પબ્લિક હેલ્થ ફાઉંડેશન ઓફ ઇન્ડિયા ) નો આરોગ્યના નામે કાળો કારોબાર ચાલી રહ્યો હોવાના ખુલ્લા આક્ષેપ કરનાર દિલ્હી સ્થિત પાટીદાર નેતા અશ્વિન સાંકડાસરિયા વિરુદ્ધ સરકારના રૂપિયે, સરકારી જમીન પર ચાલતી ખાનગી સંચાલકો અને વહીવટદારો સાથે ચાલતા ઇન્સ્ટીટ્યુટ એ કેસ કરી દીધો છે. આ ઇન્સ્ટીટ્યુટની બોડી માં ગુજરાત સરકારના અધિકારીઓને જગ્યા મળતી હોય છે. જેથી આ સંસ્થામાં પારદર્શિતા જાળવી રહે. આ સિવાયના તમામ બીનગુજરાતી સંચાલકો ગાંધીનગરમાં સરકારની જમીન મેળવીને શિક્ષણનો ધંધો કરી રહ્યા છે. આ સંસ્થામાં આવતા ડોકટરો સરકાર દ્વારા સરકારી ખર્ચે મોકલાતા હોય છે. ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનમાં સંસ્થાના સંચાલકના કહેવાથી ડૉ. લતા નાયરે પોતાની સંસ્થાની બદનામી કરવાની ફરિયાદ નોંધાવી છે.
અશ્વિન સાંકડાસરિયાનો આરોપ છે કે, આ કંપની ગુજરાતમાં ચાલે, રૂપિયા સરકારના, જમીન સરકારની અને કામ કરતા નોકર થી લઇ ડોક્ટર સુધીમાં કોઈ ગુજરાતી નથી. પોતાના વિડીયોમાં સાંકડાસરિયાએ પુરાવા હોવાનો દાવો કર્યો છે અને સાથે કહ્યું છે કે સરકારમાં કામ કરતા અધિકારીઓ પોતાના માનીતા ડોકટરોને સરકારના 15-20 કરોડનું આંધણ કરી ટ્રેનીંગ માટે મોકલે છે. સાંકડાસરીયાનું કહેવુ છે કે, જો આ સંસ્થા અને બ્યુરોક્રેટ્સ સાચી રીતે કામ કરે છે, તો શ્વેતપત્ર બહાર પાડીને પોતે મારા આરોપમાંથી મુક્ત છે તેવું જાહેર કરે.
આ વિડીયોમાં અશ્વિન સાંકડાસરિયા ગુજરાત સરકારના રૂપિયે ચાલતી સંસ્થામાં એક પણ ગુજરાતી નોકરીયાત નહી તે બાબતે સવાલ કરી રહ્યા છે. આ સંસ્થા ચલાવી રહેલા સંચાલકો સાથે ગુજરાત સરકારના સ્વાસ્થ્ય વિભાગમાં રહેલા નોન ગુજરાતી અધિકારીઓની સાંઠગાંઠ હોવાનો પણ આક્ષેપ થયેલો છે. ગુજરાતમાં થઇ રહેલા કોરોનાના મોત ના જવાબદાર પણ આ અધિકારીઓ જ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
સાંકડાસરીયાનો આરોપ છે કે, IIPHG- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર ની મુખ્ય સંસ્થા PHFI નો સંસ્થાપક રજત ગુપ્તા પોતાના ગુનાહિત કૃત્યોને લઈને જેલની હવા પણ ખાઈ ચુક્યો છે. ગુજરાતમાં મંત્રીઓ, નેતાઓનું નથી ચાલતું પણ બ્યુરોક્રેટ્સ ભ્રષ્ટાચારી સાશન ચાલી રહ્યું છે. અને ગુજરાતમાં કોરોના એટલી હદે વ્યાપી જશે જેનાજવાબદાર આ પૈસા કમાવાની વૃત્તિ વાળા બ્યુરોક્રેટ્સ જ હશે.
અશ્વિન સાંકડાસરીયા પર પરપ્રાંતીય સંસ્થા દ્વારા થયેલી ફરિયાદને લઈને ગુજરાતીઓમાં રોષનો માહોલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news