અચાનક રસ્તાની વચોવચ પડી ગયો ૧૫ ફૂટનો ખાડો, કેટલાય લોકો જીવના જોખમે… -જુઓ ભયંકર દ્રશ્યો

Published on: 3:55 pm, Sat, 31 July 21

આ સમગ્ર ધટના નવી દિલ્લીની છે, જ્યાં શનીવારની વહેલી સવારે IIT બ્રીજ નીચેના રસ્તામાં મોટું ગાબડુ પડ્યું હતું. જે ખાડો લોકો માટે જીવલેણ સાબિત થયો હતો. આશરે 10 થી 15 ફૂટના આ ખાડા નીચેથી ગટરનું પાણી વહી રહ્યું હતું. આવી સ્થિતિમાં જો કોઈ વાહન ખાડામાં પડી જાય તો મોટો અકસ્માત થઈ શકે છે. જોકે, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસે સ્થળ પર વાહનોને હટાવી દીધા હતા. જેથી કોઈ દુર્ધટના થતા રોકી શકાઈ.

iit flyover the road turned into a cave big accident averted see the frightening scene in the pictures trishulnews1 - Trishul News Gujarati Breaking News

રાજધાની દિલ્હીમાં IIT બ્રીજ નીચે, શનિવારે સવારે અચાનક રસ્તો તૂટી પડતા વિશાળ ખાડો પડી ગયો હતો. આ ખાડો એટલો મોટો હતો કે, જેમાં ઘણા મોટા વાહનો આરામથી ગરકાવ થઇ શકતા હતા. IIT ફ્લાયઓવરના મુખ્ય રસ્તાના ફોટા જોઇને તમે અંદાજો લગાવી શકો છો કે, આ ખાડો કેટલો જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લગભગ 10 થી 15 ફૂટ ઊંડા ખાડા નીચેથી ગટરનું પાણી વહી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં વાહન પડે તો વાહન અને લોકોને ભારે નુકસાન પહોચી શકે છે.

iit flyover the road turned into a cave big accident averted see the frightening scene in the pictures trishulnews2 - Trishul News Gujarati Breaking News

આવી સ્થિતિમાં જો કોઈ વાહન તેમાં પડી જાય તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે. જોકે, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસે સ્થળ પર જ આવી પહોચ્યા હતા અને વાહનોને હટાવી દીધા હતા, તેમજ ચેતવણી બોર્ડ લગાવ્યું હતું. જો કે, સમયસર તકેદારી રાખવાના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી.

iit flyover the road turned into a cave big accident averted see the frightening scene in the pictures trishulnews3 - Trishul News Gujarati Breaking News

દિલ્હી સરકારના PWD વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. માર્ગને સંપૂર્ણપણે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો અને ટ્રાફિક પોલીસ સંપૂર્ણપણે તૈનાત થઇ હતી. નાગરિક સંરક્ષણ કર્મચારીઓ પણ હાજર હતા અને ત્યાં તાયનાત થઇ ગયા હતા જેથી કોઈ વાહનો આસપાસથી પસાર ન થઈ શકે, સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ધટના સ્થળ પર પહોચી આવી હતી.

આ એ જ દિલ્લી છે કે, જ્યાં વિકાસને લઈને ઘણા મોટા મોટા વાયદાઓ આપવામાં આવ્યા હતા, પરંતુ ફોટામાં જોઈને અંદાજ લગાવી શકાય છે કે, આજે દિલ્હીમાં કેટલી મોટી દુર્ઘટના બનવાથી બચી છે, જોકે રસ્તામાં ખાડાઓ લગભગ 10 થી 15 ફૂટ ઊંડો હતો પરંતુ પોલીસ સમયસર સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ધટના સાંભળી હતી. કારણ કે કોઈ વાહન પસાર થઈ શકે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.