સિવિલમાંથી આપવામાં આવતા જમવામાં રેતી-માટી નીકળતા ચકચાર- અગાઉ પણ દાળમાંથી નીકળી હતી ગરોળી

Published on: 3:43 pm, Sat, 31 July 21

ગાંધીનગર(ગુજરાત): કોરોના દરમિયાન હોસ્પિટલોમાંથી ઘણી બેદરકારી સામે આવી હતી. હજી પણ ઘણી હોસ્પિટલોની બેદરકારી સામે આવે છે. હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ નથી અને નોનકોવિડ વિભાગ ફુલ ફ્લેગે ધમધમવા લાગ્યો છે. આ દરમિયાન, છેલ્લા ઘણા દિવસોથી દર્દીઓને આપવામાં આવતા ભોજનની ફરિયાદ ઉઠી રહી છે. બે દિવસ પહેલા બાળકોના વોર્ડમાં પિરસવામાં આવેલી દાળમાં મરેલી ગરોળી જોવા મળી હતી ત્યારે હવે સિવિલમાં દર્દીને આપવામાં આવતી રોટલીમાં રેતી-માટી હોવાની ફરિયાદ ઉઠી છે. બાળદર્દીઓના સગા આજે સવારે સુપ્રિટેન્ડેન્ડ ઓફિસમાં રોટલીઓ લઇને પહોંચી ગયા હતા.

ગાંધીનગર સિવિલમાં હાલ નોન કોવિડ ડિપાર્ટમેન્ટ ધમધમવા લાગ્યો છે ત્યારે દર્દીઓને અક્ષયપાત્ર દ્વારા આપવામાં આવતું ભોજન આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય અને તેમની તબીયતને ધ્યાનમાં રાખીને ભોજન આપવામાં આવે તે માટે હોસ્પિટલ દ્વારા ડાયટીસીયનની ભરતી કરવામાં આવી છે. તેમના દ્વારા રોજ દરેક વોર્ડમાં કેટલા દર્દીઓ છે અને તેમનો કેવા પ્રકારનું ભોજન ફાવશે તથા તેમની તબીયતને માફક આવશે તે અંગે ડાયટ ચાર્ટ રોજ બનાવવામાં આવે છે. તેના આધારે જ અક્ષયપાત્ર દ્વારા રોજે-રોજ જરૂરિયાત પ્રમાણેનું સાદું ભોજન દર્દીઓ માટે મોકલી આપવામાં આવે છે.

સ્વાદિષ્ટ અને પોષણયુક્ટ ભોજન ગરમાગરમ સિવિલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા અક્ષયપાત્ર દ્વારા કરવામાં આવે છે. આ દરમિયાન, છેલ્લા ઘણા દિવસોથી સિવિલમાં આપવામાં આવતા આ ભોજન અંગે ફરિયાદો ઉઠવા લાગી છે. બે દિવસ પહેલા બાળદર્દીઓના વોર્ડમાં આપવામાં આવતા ભોજન દરમિયાન દાળમાં મરેલી ગરોળી મળી આવી હતી. આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા સિવિલ સુપ્રિટેન્ડેન્ટને જાણ કરતા સિવિલમાં તપાસ ચાલી રહી છે અને જે વોર્ડમાં આ ભોજન પિરસવામાં આવ્યું છે ત્યાં દર્દીઓને અન્ય કોઇ તકલીફ છે કે કેમ તે અંગેના રીપોર્ટ વોર્ડના ઇન્ચાર્જ પાસેથી મંગાવામાં આવ્યા છે ત્યારે આ જ પીડીયાટ્રીક વોર્ડમાંથી આજે બાળ દર્દીઓના માતા પિતાએ સિવિલ સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં રોટલીની ફરિયાદ કરી હતી.

આ વોર્ડમાં પિરસવામાં આવતી રોટલીમાં રેતી-માટી જેવું હોય છે જેના કારણે આ રોટલી ખાવામાં આવે ત્યારે મોંમા કચરાય છે. રોટલીઓને લઇને દર્દીના સગા સુપ્રિટેન્ડેન્ટની કચેરીએ પહોંચી ગયા હતા જ્યાં તેમણે રોષ ઠાલવતા એ પણ કહ્યું હતું કે, અધિકારીઓ દર્દીને આપવાનું ભોજન ખાય તો ખબર પડે કે આ ભોજન કેટલું ખરાબ છે. હોસ્પિટલ સંચાલકો દ્વારા ભોજનમાં ઉઠી રહેલી ફરિયાદો અંગે આજે રસોડાની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં યોગ્ય સફાઇ રાખવા માટે સુચના પણ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.