હાલ મોંઘવારી(inflation) ખુબ જ વધી રહી છે. દરેક વસ્તુઓના ભાવ વધતા એલપીજી(LPG) સિલિન્ડરનો ભાવ પણ વધી ગયો છે. ત્યારે મોંઘવારીની આ સ્થિતિમાં વિધાર્થીઓએ પોતાની સૂઝબૂઝથી ગેસનું બીલ ઓછુ આવે તે માટે ગેસનો એક સ્ટવ(Stove) બનાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના IIT વિધાર્થીઓએ ગેસનું બીલ ઓછુ આવે તે માટે ગેસનો એક સ્ટવ બનાવ્યો હતો. આ વિદ્યાર્થીઓએ એડવાન્સ હાઈબ્રીડ બર્નર ટેકનોલોજી બનાવી હતી. આ ટેક્નોલોજીની મદદથી ગેસનું બિલ ઓછું આવે છે અને રાંધવામાં પણ ઓછો સમય લાગે છે.
આ અંગે સ્ટાર્ટઅપના ફાઉન્ડર જીતેન્દ્રકુમાર ગૌતમે જણાવતા કહ્યું હતું કે, હાલમાં ગ્રાહકો ઓછી કાર્યક્ષમતાવાળા એલપીજી ગેસ સ્ટવનો ઉપયોગ કરી રહ્યા હતા. એલપીજી સિલિન્ડરના વધુ ઉપયોગના કારણે ભારત સરકારના એલપીજી સબસિડી બિલ અને આયાત બિલમાં પણ વધારો થઇ રહ્યો હતો, તે માટે આ વિધાર્થીઓએ હાઇબ્રિડ ગેસ સ્ટવ બનાવ્યું હતું.
IITના વિધાર્થીઓએ બનાવેલો હાઇબ્રિડ ગેસ સ્ટવની મદદથી ગેસના બિલમાં 50 ટકા સુધીની બચત થઈ શકે છે. આ પ્રોડક્ટ પાવર માટે એલપીજી, પીએનજી અને બાયોગેસ અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. આ અંગે IITના આ વિધાર્થીઓએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, માઇક્રો-ફ્લેમ બર્નર એકંદર હિટીંગ વિસ્તારને વિસ્તૃત કરવા માટે એકીકૃત હિટીંગ બેલ્ટ ધરાવે છે, તેથી નિયમિત ગેસ અને બર્નર વચ્ચેની કાર્યક્ષમતામાં ચાલીસ ટકાનો તફાવત હોય છે,
જાણવા મળ્યું છે કે, આ હાઇબ્રિડ ગેસ સ્ટવની મદદથી રસોઈ કરવા માટે પણ ઓછા સમયની જરૂર પડે છે, તેથી દરેક લોકોએ હાઇબ્રિડ ગેસ સ્ટવનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે મોંઘવારીને ધ્યાનમાં રાખી વિધાર્થીઓ દ્વારા પોતાની સૂઝબૂઝથી ગેસનું બિલ ઓછું આવે છે અને રાંધવામાં પણ ઓછો સમય લાગે તેવું સ્ટવ બનાવવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.