ઇન્દોર: ઇન્દોર (Indore) માં આવેલ લસૂડિયા પોલીસ સ્ટેશન (Lasudia Police Station) ની હદમાં રહેતા IIT ખડગપુરના (IIT Kharagpur) એક હોશિયાર વિદ્યાર્થી સાર્થક વિજયવતે નામના યુવાને આપઘાત (Suicide)કરી લીઢો છે. વિદ્યાર્થીના પિતા નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટીમાં એડિશનલ ડાયરેક્ટર છે. વિદ્યાર્થીએ બે પાનાંની સુસાઇડ નોટ (Suicide Note)પણ લખી હતી.
જેમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, સાર્થક IIT ખડગપુરમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી હતો. એણે પોતાના ઘરની બાલ્કનીમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. અંગ્રેજીમાં લખેલ સુસાઇડ નોટમાં અંતમાં તેણે I QUIT લખેલું છે. લસૂડિયા પોલીસ મથકને સૂચના મળી કે, નર્મદા કોલોનીમાં રહેતા યુવાને ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે.
પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે જાણ થઈ કે, મૃતક એડિશનલ ડાયરેક્ટર બ્રુજેશ વિજયવતનો દીકરો સાર્થક છે. જે ભણવામાં ખુબ હોશિયાર હતો. જેથી તેણે આ પગલું કેમ ભર્યું તે પરિવારજનો પણ સમજી શક્યા ન હતા. પોલીસ દ્વરા ઘરમાં તપાસ કરવામાં આવી તો એક સુસાઇડ નોટ મળી આવી હતી.
જેમાં સાર્થકે અમુક વાતનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું હતું કે, તે ખુબ થાકી ગયો છે. કેટલીક બાબતોથી ખુબ પરેશાન હતો. તેણે જે વિચારની સાથે IIT માં પ્રવેશ લીધો હતો તે પુર્ણ થઇ શક્યો ન હતો. આની સાથોસાથ પારિવારિક સંવાદહીનતાનો પણ ઉલ્લેખ કરાયો હતો.
સાર્થકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, સોરી! જે આશા સાથે JEEની તૈયારી કરી હતી તેના તૂટવા પર બધું બગડતું ગયું છે. એવો વિચાર કર્યો હતો કે, કેમ્પમાં જઈને એન્જોય કરીશ. ક્યાં આ ઓનલાઇન એસાઇનમેન્ટમાં ફસાઇ ગયો. કદાચ ટાળી શકાયું હોત. અમુક લોકો પાસે તક હતી પરંતુ કશું ના કર્યું.
પિતા જિદ્દી, માતા મજબૂત, વાત્યસલ્યા માસૂમ. સંભાળું તો કોને-કોને? પપ્પા તમારે અમારી બધાની સાથે થોડો વધુ ટાઇમ સ્પેન્ડ કરવાનો હતો. વાત કરવી જોઈતી હતી. જેટલી વાત પોતાના ભાઈ બહેનો સાથે કરતા તેનાથી અડધી પણ વાત અમારી સાથે કરી હોત તો ચાલી જાત. મા હું સમજી રહ્યો છું કે, તમે એકલા રહી જશો પણ હવે વધુ સહન થતું નથી.
સૌથી અંતમાં લખ્યું- આઈ ક્વિટ:
સાથે જ સૌથી છેલ્લે લખ્યું હતું કે, મને હતું કહેવાનું તો લખી દીધું (આઈ ક્વિટ). શરૂઆતની તપાસમાં એ વાત સાબિત થઇ છે કે, મૃતક કેટલાક સમયથી તણાવમાં હતો. જેનું પરિણામ છે કે, તેણે પોતાની કારકિર્દી તથા પરિવાર સાથે જોડાયેલ કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો તેમજ કોલેજ ન ખુલવાને લીધે પણ તે ખુબ તણાવમાં હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.