તાલિબાનની સત્તા બાદ અફઘાનિસ્તાનમાં ઝડપી ફેરફારો થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજદ્વારીઓ દેશ છોડીને ભાગી ગયા છે. અફઘાનો પણ પોતાનો જીવ બચાવવા માટે બધું છોડીને ભાગવા માંગે છે, પરંતુ તેમના રસ્તા બંધ છે. મહિલાઓની હાલત કફોડી બની છે. આ સમય દરમિયાન, ત્યાંની પ્રથમ મહિલા મેયર ઝરીફા ગફારી(Zarifa Ghafari)એ કટ્ટરપંથી સંગઠનને મોટો પડકાર આપ્યો છે. તાલિબાનને ખુલ્લો પડકાર આપતા ઝરીફા ગફારી(Zarifa Ghafari)એ કહ્યું, ‘તાલિબાનો આવે અને મારી અને મારા જેવા અન્ય લોકોને મારી નાખે તેની રાહ જોઉં છું.’
વારદક પ્રાંતના મેયર ઝરીફાએ ન્યૂઝ વેબસાઇટ સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. આઈ ન્યૂઝ વેબસાઈટે અહેવાલ આપ્યો છે કે, જ્યારે ઝરીફાએ એક સપ્તાહ પહેલા તેની સાથે વાત કરી ત્યારે તેણે પોતાના દેશનું ભવિષ્ય વધુ સારું જોયું, પરંતુ બદલાતી પરિસ્થિતિમાં તેણે આશા ગુમાવી દીધી છે. ઝરીફાએ કહ્યું, ‘હું મારા એપાર્ટમેન્ટ રૂમમાં બેઠી છું અને તાલિબાનની રાહ જોઈ રહી છું. મને કે મારા પરિવારને મદદ કરવા માટે અહીં કોઈ નથી. તાલીબાનીઓ મને અને મારા જેવા લોકોને મારી નાખશે, પણ હું મારા પરિવારને નહિ છોડી શકું. છેવટે, હું જાઉં તો જાઉં ક્યાં ? ‘
27 વર્ષીય ગફારી 2018 માં અફઘાનિસ્તાનના મેદાન વારદક પ્રાંતમાંથી સૌથી નાની અને પ્રથમ મહિલા મેયર તરીકે ચૂંટાયા હતા. તાલિબાનના ફરી ઉદભવ વચ્ચે શ્રીમતી ગફરીને સંરક્ષણ મંત્રાલયમાં જવાબદારી સોંપવામાં આવી હતી. હુમલામાં ઘાયલ થયેલા સૈનિકો અને નાગરિકોની સંભાળ રાખવાની જવાબદારી તેમની હતી.ગફારીના પિતાની પણ ગયા વર્ષે 15 નવેમ્બરે હત્યા કરવામાં આવી હતી.
અગાઉ ગફારીએ કહ્યું હતું કે, ‘યુવાનો જાણે છે કે શું થઈ રહ્યું છે. તેમની પાસે સોશિયલ મીડિયા છે અને તેઓ એકબીજા સાથે સંપર્ક કરે છે. મને આશા છે કે તેઓ પ્રગતિ અને અધિકારો માટે લડતા રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.