‘બિઝનેસ બાબા’ રામદેવની મુશ્કેલીઓમાં થયો વધારો, IMA કરોડોના માલિક બાબા પર એક સાથે આટલા કેસ કરશે

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)ની બિહાર સ્થિત શાખાએ રવિવાર એટલે કે ગઈ કાલના રોજ 38 જિલ્લાઓમાં ફેલાયેલા પોતાના 105 જેટલા એકમોને યોગગુરુ બાબા રામદેવ વિરુદ્ધ જુદા જુદા કેસો દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

યોગગુરુ બાબા રામદેવ પર બિહારમાં દાખલ થશે 105 કેસ:-
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)ના સચિવ ડોક્ટર સુનીલ કુમારે જણાવતા કહ્યું હતું કે, બિહાર રાજ્યમાં સ્થિત IMAની તમામ શાખાઓ અથવા એકમો થોડા દિવસોની અંદર જ બાબા રામદેવ વિરુદ્ધ કેસો દાખલ કરશે. જયારે પટનામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)ની કુલ 13 શાખાઓ છે. બાબા રામદેવ વિરુદ્ધ જુદી જુદી રીતે ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય કાર્યવાહી અધ્યક્ષ ડોક્ટર અજય કુમારની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં લેવામાં આવ્યો હતો. જયારે આ મળેલી બેઠકમાં આઈએમએના અધ્યક્ષ ડોક્ટર સહજાનંદ પ્રસાદ સિંહ પણ હાજર હતા. ડો સહજાનંદ પ્રસાદ સિંહે કહ્યું છે કે, દેશના અનેક રાજ્યમાં બાબ રામદેવની વિરુદ્ધમાં આ પ્રકારના કેસો દાખલ કરવામાં આવી રહ્યા છે.

જયારે અહી સ્થિત ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)ની રાષ્ટ્રીય સંસ્થાએ પણ નવી દિલ્હી સ્થિત એક સરકારી પ્રયોગશાળામાં કોરોનિલની રાસાયણિક તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ કોરોનીલ દવા રોગ પ્રતિકારક બૂસ્ટર તરીકે રામદેવ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી એક આયુર્વેદિક દવા છે. આ કોરોનીલ દવા વાયરસ અને બેક્ટેરિયાથી થતી શ્વાસની તકલીફમાં અને તાવ સામે અસરકારક છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)નું શું કહેવું છે?
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)ના અધ્યક્ષ ડોક્ટર સહજાનંદ પ્રસાદ સિંહના જણાવ્યા મુજબ ” કોરોનાની આ મહામારી એ દુનિયાની ચિકિત્સા પ્રણાલી માટે એક મોટો પડકાર છે. આ મહામારી સામે અનેક દેશોમાં સામાન્ય દવાઓ અને સામાન્ય ઉપાયો તથા સામાન્ય સારવાર કરીને તેમની સામે જંગ લડી રહ્યા છે. ભારતે કોરોનાની આ મહામારી સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. સાથે રસીને બનાવીને અને રસીકરણને મજબુત બનાવામાં આવ્યું છે અને વેગ આપવામાં આવ્યો છે. સાથે રસીકરણ અભિયાન પણ આગળ વધ્યું છે.”

સાથે તેમણે દુખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બાબા રામદેવે એલોપેથીક સારવાર સામે આપતિજનક ટિપ્પણી કરી છે. આ કોરોનાની મહામારીમાં દર્દીઓના ઓક્સીજન આપવા માટે અને લોકોની સુરક્ષા માટે લગાવવામાં આવતી રસી વિરુદ્ધ પણ અપમાનજનક ટિપ્પણી કરી છે. સાથે કહ્યું છે કે બાબા રામદેવે ખાનગી હોસ્પિટલોની જેમ તેમને પણ એક કોરોના હોસ્પીટલનું નિર્માણ કરવું જોઈએ અને આધુનિક ચિકિત્સા પર સંદેહ કરવાની જગ્યાએ આ મહામારી લોકોનો સાથ આપીને તેમની મદદ કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *