rain forecast Gujarat: હાલ ગુજરાતભરમાં તોફાની વરસાદનું જોર ઘટ્યું છે. ચોમાસાએ જાણે બ્રેક લીધો હોય તેવો માહોલ સર્જ્ય ગયો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ,(rain forecast Gujarat) રાજ્યમાં નવી સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થવાની છે. આ સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ પણ શરૂ થશે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 29 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. 29 અને 30 તારીખના રોજ છુટાછવાયા વરસાદની શક્યતા યથાવત કરી છે.
આજે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ
આજે એટલે કે તારીખ 28 ઓગસ્ટએ સૌરાષ્ટ્ર-કચ્છ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આજે દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે અમદાવાદ, વડોદરા, ખેડામાં પણ વરસાદની શક્યતા છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા
કાલે એટલે કે, 29 ઓગસ્ટએ આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, નર્મદા, પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, છોટાઉદેપુર, અરવલ્લીમાં પણ વરસાદ વરસી શકે છે.
તારીખ 31 ઓગસ્ટના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પાટણ, અમદાવાદ, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ અને મોરબીમાં નહીવત વરસાદ વરસી શકે છે.
તેમજ દેશભરની વાત કરવામાં આવે તો, હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ થવાનો છે. પૂર્વ ભારતમાં આવતા સબ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 27 ઓગસ્ટે, આંદામાન અને નિકોબારમાં 28 અને 29 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદ થશે. તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 29 અને 30 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય કેરળ અને તમિલનાડુમાં આગામી ત્રણ દિવસ માટે ખૂબ જ ગરમ હવામાનની આગાહી જારી કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube