હવામાન વિભાગની હીટવેવની આગાહી(Heatwave forecast): હાલમાં માર્ચ મહિનો ચાલી રહ્યો છે. પરંતુ દિલ્હીની ગરમીએ હવેથી લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. આકરા તાપ અને ગરમ પવને દિલ્હીના લોકોને પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે. શનિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જો હવામાન વિભાગનું માનીએ તો હવે તાપમાનમાં સતત વધારો જોવા મળશે. ખાનગી હવામાન એજન્સીઓ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હીમાં માર્ચના અંતિમ સપ્તાહમાં પારો 40 ડિગ્રીને પાર કરી શકે છે.
દિલ્હીમાં ગરમી બનાવી શકે છે રેકોર્ડ:
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક એમ. મહાપાત્રાના જણાવ્યા અનુસાર, આ વર્ષે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. હવામાનની આગાહી મુજબ માર્ચ મહિનામાં જ ગરમી 77 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. આ સાથે ઉનાળાનો નવો ઓલ ટાઈમ રેકોર્ડ પણ બની શકે છે. માર્ચમાં વર્તમાન ઓલ-ટાઇમ રેકોર્ડ 31 માર્ચ 1945નો છે. જ્યારે મહત્તમ તાપમાન 40.6 °C નોંધાયું હતું. આ વર્ષે 18 માર્ચ સુધી મહત્તમ તાપમાન 36 ડિગ્રીએ પહોંચી ગયું છે. હવામાન વિભાગે આખો મહિનો આકાશ સ્વચ્છ રહેવાની આગાહી કરી છે. તેમનું કહેવું છે કે, અત્યારે વરસાદની શક્યતા નહિવત છે.
રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે:
તેમજ IMD અનુસાર રાજસ્થાનના મોટાભાગના વિસ્તારો હીટ વેવની પકડમાં છે. જ્યાં છેલ્લા ચોવીસ કલાકમાં બાંસવાડા અને બાડમેરમાં દિવસનું સૌથી વધુ તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના ઘણા વિસ્તારો ગરમ પવનની લપેટમાં છે. હવામાન વિભાગે બાંસવાડા, ચિત્તોડગઢ, ડુંગરપુર, પ્રતાપગઢ, બિકાનેર, નાગૌર, જેસલમેર, જોધપુર, બાડમેર અને જાલોર વગેરે જિલ્લાઓમાં હીટ વેવ માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.
મધ્યપ્રદેશમાં પણ ગરમીનું મોજું ચાલી રહ્યું છે:
મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં આ સ્થિતિ છે. IMDએ કહ્યું છે કે મધ્યપ્રદેશના પાંચ જિલ્લામાં ચાલી રહેલી ગરમીનું મોજું શનિવારે પણ ચાલુ રહેશે. IMDના એક અધિકારીએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં વધુ ગરમી થવાની સંભાવના છે અને આ સિઝનમાં સામાન્ય તાપમાનની અપેક્ષા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.