અમેરિકાની મંદીની અસર સુરતના હીરા ઉદ્યોગમાં દેખાઈ, એક્સપોર્ટ અડધું થઇ ગયું…

Diamond Industry in surat: સુરતના ડાયમંડ ઉદ્યોગમાં હાલ મંદીના વાદળોથી ધેરાઈ ગયું છે.ડાયમંડમાં હાલ મંદીની અસરને કારણે એક્સપોર્ટ પણ અડઘુ થયી ગયું છે. વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિકગાળામાં સચિન GIDC એસઇઝેડ માં નિકાસોમાં 61.44 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2022ના એપ્રિલથી જુલાઈ મહિનામાં એસઈઝેડમાંથી કુલ 9613.49 કરોડનું એક્સપોર્ટ થયું હતું, જ્યારે વર્ષ 2023(Diamond Industry in surat )ના એપ્રિલથી જૂલાઈમાં માત્ર 3706.96 કરોડનું જ એક્સપોર્ટ થયું હતું.

છેલ્લાં બે વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે. ખાસ કરીને અમેરિકામાં મંદીને કારણે તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી છે. સુરતમાં કટ એન્ડ પોલિશ્ડ થતાં હીરા અને જ્વેલરી અમેરિકામાં સૌથી વધારે વેચાણ થાય છે. સુરત એસઈઝેડમાં 120 જેટલા યુનિટો કાર્યરત છે જેમાંથી સૌથી વધારે ડાયમંડ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગના છે.

આ સેક્ટરની પ્રોડક્ટની ડિમાન્ડ પણ ઘણી ઓછી છે જેથી પહેલા ક્વાટરમાં એક્સપોર્ટમાં ઘટાડો થયો છે. વર્ષ 2022ના અને વર્ષ 2023ના પહેલા ક્વાટરની સરખામણીમાં સૌથી વધારે ડાયમંડ જ્વેલરીમાં 65.39 ટકાનો ઘટાડો ત્યાર પછી તમાકુની પ્રોડક્ટમાં 62.32 ટકાનો, લેસર ટેક્નોલોજીમાં 15.11 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે સોફ્ટવેર અને સર્વિસ પ્રોડક્ટમાં એક્સપોર્ટમાં સૌથી વધારે 28.23 ટકાનો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *